અમદાવાદ, 24 ડિસેમ્બર: એક્સિસ બેંકે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઉદ્યોગનું સૌપ્રથમ કેશ-ફ્લો આધારિત ધિરાણ સોલ્યુશન છે જેને સમગ્ર ભારતમાં લઘુ અને નાના કદના વ્યવસાયો માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ નવીનતમ તથા સંપૂર્ણ ડિજિટલ પ્રોડક્ટ રૂ. 2 લાખથી રૂ. 20 લાખ સુધીની અસુરક્ષિત લોન ઓફર કરે છે, જેનાથી વેપારીઓ, ખાસ કરીને નાની કરિયાણાની દુકાન ધરાવનારાઓને ઝડપથી ધિરાણ મળી શકે છે અને તેમના વેપારમાંથી રોકડ આવતી રહે તે મુજબ રોજબરોજના હપ્તા ચૂકવવા સાથે લોન ભરપાઈ કરી શકે છે.

એક્સિસ બેંક MSME ક્ષેત્ર પર પોતાનું ધ્યાન વધુ મજબૂત બનાવશે, જેના દ્વારા ધિરાણની પહોંચ વધશે અને એવા વ્યવસાયો માટે ઝડપી ફંડ ઉપલબ્ધ થશે જે પરંપરાગત રીતે મર્યાદિત અથવા કોઈ કોલેટરલ અથવા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સને કારણે ઔપચારિક ધિરાણ મેળવવામાં મુશ્કેલી અનુભવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)