The wealth company Mutual Fund બેલેન્સ્ડ એડવાન્ટેજ ફન્ડ લોન્ચ કરે છે

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. આ એક ઓપન-એન્ડેડ ડાઈનામિક એસેટ એલોકેશન ફંડ છે. આ ફંડનો હેતુ ઇક્વિટી અને દેવા (ડેટ) રોકાણોના શિસ્તબધ્ધ સંયોજન દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. ફંડ તેના કુલ રોકાણમાંથી ઓછામાં ઓછું 65 ટકા રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં કરશે, જ્યારે મહત્તમ 35 ટકા રકમ ડેટ તથા મની માર્કેટ સાધનોમાં ફાળવશે.
ન્યુ ફંડ ઓફર (NFO) 27 જાન્યુઆરી, 2026ના રોજ ખુલી હતી અને 10 ફેબ્રુઆરી, 2026ના રોજ બંધ થશે. આ યોજના 19 ફેબ્રુઆરી, 2026થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરી શરૂ થશે.
આ યોજના તેના સંયુક્ત ઇક્વિટી-ડેટ રોકાણ અભિગમને અનુરૂપ ક્રિસિલ હાઇબ્રિડ50+50 મોડરેટ ઇન્ડેક્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
