લિંકન ફાર્માસ્યુટિકલ્સનો નેટ પ્રોફિટ Q3 FY26 માટે 37.70% વધી રૂ. 28.60 કરોડ
| 9 મહિના દરમિયાન કામગીરીમાંથી આવક રૂ. 483.75 કરોડ થઈ, Y-o-Y 6.31% નો વધારો | 9 મહિના માટે એબિટા રૂ. 110.48 કરોડ; એબિટા માર્જિનમાં Y-o-Y 6.10% નો વધારો | 9 મહિનામાં નેટ પ્રોફિટ રૂ. 76.26 કરોડ; Y-o-Y નેટ પ્રોફિટ માર્જિનમાં 7.76% નો વધારો |
અમદાવાદ (ગુજરાત), 13ફેબ્રુઆરી: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (BSE: 531633, NSE: LINCOLN) નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 28.60 કરોડ નોંધાવ્યું છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 20.77 કરોડની સરખામણીમાં 37.70%નો વધારો સૂચવે છે. ડિસેમ્બર 2025નાં અંતે પૂર્ણ થતા ત્રિમાસિક માટે કામગીરીમાંથી આવક રૂ. 166.32 કરોડ નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ. 146.55 કરોડ નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 38.74 કરોડ નોંધાયો છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 32.63 કરોડની સરખામણીએ 18.73%નો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે પ્રતિ શેર EPS રૂ. 14.28 નોંધાયો છે.
કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. ૧,૦૦૦ કરોડની આવકનું લક્ષ્ય ધરાવે છે, જે હાઇ-વેલ્યુ પ્રોડક્ટ લાઇનમાં બિઝનેસ એક્સપાન્શન અને નવા માર્કેટ્સમાં પ્રવેશ દ્વારા પ્રેરિત છે. આ ધ્યેય 15-18% વાર્ષિક ગ્રોથ રેટ હાંસલ કરવાની વ્યાપક સ્ટ્રેટેજીનો એક ભાગ છે, જે કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ઇએનટી સેગમેન્ટમાં મજબૂત પ્રદર્શન દ્વારા પ્રેરિત છે. કંપની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે જ તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. 31 ડિસેમ્બર 2025નાં રોજ કંપનીમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ(FII) નું હોલ્ડિંગ 4.70% હતું.
Financial Highlights (Consolidated)
| Particulars | Q3 FY26 | Q3 FY25 | Y-O-Y (%) | 9M FY26 | 9M FY25 | Y-O-Y (%) |
| Revenue from Operation | 166.32 | 146.55 | 13.49% | 483.75 | 455.05 | 6.31% |
| EBITDA | 38.74 | 32.63 | 18.73% | 110.48 | 104.13 | 6.10% |
| Profit before Tax | 34.72 | 28.68 | 21.06% | 98.92 | 92.94 | 6.43% |
| Net Profit | 28.60 | 20.77 | 37.70% | 76.26 | 70.77 | 7.76% |
| E.P.S (Rs.) | 14.28 | 10.37 | 37.70% | 38.07 | 35.33 | 7.76% |

ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ અને ભવિષ્યની યોજનાઓ વિશે બોલતા, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ડિરેક્ટર મુંજાલ પટેલે જણાવ્યું હતું કે, “ અમે બાયોઇક્વિવેલન્સ સ્ટડિઝ અને પેટન્ટ ઇનિશિએટિવ્સ દ્વારા સમર્થિત, મલ્ટિપલ થેરાપ્યુટિક સેગમેન્ટ્સ અને ડોસેજ ફોર્મમાં 100 થી વધુ નવા વિકાસ કાર્યક્રમો સાથે અમારી R&D પાઇપલાઇનને મજબૂત બનાવી રહ્યા છીએ. આ પ્રયાસો સાયન્ટીફિક ઇનોવેશન, અપૂર્ણ તબીબી જરૂરિયાતો અને લાંબા ગાળાના, નફાકારક વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ડેટ-ફ્રી બેલેન્સ શીટ, મજબૂત R&D ક્ષમતાઓ અને હેલ્ધી પ્રોડક્ટ પાઇપલાઇન સાથે, અમે આગામી ત્રણ વર્ષમાં 15-18% વાર્ષિક વૃદ્ધિ ટકાવી રાખવા અને અમારા રૂ. 1,000 કરોડના આવક લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વિશ્વાસ રાખીએ છીએ.”
Highlights: – 9M FY26 Results
ડિસેમ્બર 2025માં પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીએ રૂ. 76.26 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે ડિસેમ્બર 2024માં પૂરા થયેલા નવ મહિનામાં રૂ. 70.77 કરોડની સરખામણીએ 7.76% નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં નવ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ. 483.75 કરોડ નોંધાઈ હતી જે નાણાકીય વર્ષ 2025નાં નવ મહિના માટે રૂ. 455.05 કરોડની સરખામણીએ 6.31% ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં નવ મહિના માટે એબિટા રૂ. 110.48 કરોડ નોંધાઈ હતી જે નાણાકીય વર્ષ 2025નાં નવ મહિના માટે રૂ. 104.13 કરોડની સરખામણીએ 6.10%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં નવ મહિના માટે EPS પ્રતિ શેર રૂ. 38.07 નોંધાયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
