અમદાવાદ, 13 જાન્યુઆરીઃ ટોરેન્ટ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન 4 MOU પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કુલ રૂ. 47,350 કરોડનું રોકાણ સામેલ છે. આ એમઓયુ ગુજરાતમાં 26,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા સૂચિત રોકાણોની જાહેરાત કરતાં સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, ટોરેન્ટ ગ્રૂપ ફાર્માસ્યુટિકલ્સ, પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રોમાં ગુજરાતના સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. ટોરેન્ટ ગ્રૂપ સમગ્ર દેશમાં અનેક રાજ્યોમાં કામગીરી ધરાવે છે. અમારી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને અનુરૂપ અને ગુજરાતમાં કામ કરવાના અમારા સકારાત્મક અનુભવથી પ્રોત્સાહિત છીએ.

વાઇબ્રન્ટ ગુજરાતઃ ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતને તેનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી છે

પ્રગતિશીલ નીતિઓ દ્વારા રોકાણ આકર્ષવા માટે વ્યવસાય કરવાની સરળતાને સંસ્થાકીય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી હતી. 20 વર્ષ પહેલાં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, જેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા, તેમણે 1લી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી હતી; ઘણા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુજરાતમાં તેમને કેવા પ્રકારની સુવિધા અને સમર્થન મળશે તે અંગે શંકા હતી. ત્યારથી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે અને છેલ્લા 20 વર્ષોમાં આ સમિટ અને રાજ્ય સરકાર તરફથી આ સમિટની પરાકાષ્ઠા પછીના ઉદ્યોગોને મળેલા અદ્ભુત સમર્થનને કારણે, ગુજરાતે ભારતના વિકાસના એન્જિન તરીકે તેનું સ્થાન મજબૂત કર્યું છે: સુધીર મહેતા, ટોરેન્ટ ગ્રુપ

ટોરન્ટ દ્વારા એમઓયુ થયેલાં પ્રોજેક્ટની વિગતો નીચે મુજબ છે

પ્રથમ એમઓયુમાં 3,450 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ્સ અને 1,045 મેગાવોટના હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે જેમાં રૂ. 30,650 કરોડના પ્રસ્તાવિત રોકાણનો સમાવેશ થાય છે.2જી એમઓયુમાં બનાસકાંઠા જિલ્લામાં 7,000 મેગાવોટ ક્ષમતા માટે સોલાર પાર્કના માળખાકીય સુવિધાઓના વિકાસમાં રૂ. 4,500 કરોડનું રોકાણ સામેલ છે.
ત્રીજો એમઓયુ રૂ. 7,200 કરોડના રોકાણ માટે 100 KTPA ની ક્ષમતા સાથે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે છે.ચોથો એમઓયુ અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને મંડલ બેચરાજી SIR (MBSIR) શહેરોમાં ટોરેન્ટ પાવરના વિતરણ વ્યવસાયમાં રૂ. 5,000 કરોડના રોકાણથી સંબંધિત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)