Adani Portsના હલ્દિયા ટર્મિનલમાં ડ્રાય બલ્ક સુવિધા રાષ્ટ્રને સમર્પિત
અમદાવાદ, 16 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હલ્દિયા બલ્ક ટર્મિનલ (HBT)નું ઉદ્ઘાટન કરીને તેને ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વાર્ષિક 4 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાના ડ્રાય બલ્ક કાર્ગોનું પરિવહન કરવા માટે હુગલી નદી પર નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ એક સંપૂર્ણ સ્વચાલિત બલ્ક સુવિધા સાથે સીધા રેલ જોડાણો ધરાવતું આ ટર્મિનલ ભારતના પૂર્વીય દરિયાઈ કોરિડોર દ્વારા બલ્ક કાર્ગોના પરિવહન માટે એક માળખાકીય અપગ્રેડેશન છે.
આ ટર્મિનલ HDC બલ્ક ટર્મિનલ લિ. દ્વારા ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડેલ મુજબ 30 વર્ષના કરાર હેઠળ કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરના હલ્દિયા ડોક સંકુલ (HDC)માં વિકસાવવામાં આવ્યું છે. 14 જુલાઈ 2023 ના રોજ તેના નિર્માણની શરૂઆતથી આજે રાષ્ટ્રને સમર્પિત સુધીની આ સફર દરેક પ્રક્લ્પોને સમયસર સંપ્પન કરી તેને કાર્યાન્વિત કરવાની અદાણી પોર્ટ્સની ક્ષમતા દર્શાવે છે.
હુગલી નદીના પશ્ચિમ કિનારા પર કોલસો, બોક્સાઈટ અને ચૂનાના પત્થર સહિત ભારતની જથ્થાબંધ સૂકી આયાતમાં દેશનો પૂર્વ કિનારો લગભગ 60% હિસ્સો ધરાવે છે, જે હલ્દિયાને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના સ્ટીલ, એલ્યુમિનિયમ અને પાવર ઉદ્યોગો માટે સૌથી કાર્યક્ષમ અને સીધું સામૃદ્રિક પ્રવેશ બંદર બનાવે છે. આ ક્ષમતા વધારાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને આ ઉદ્યોગો માટે ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
બાંધકામની શરૂઆતથી કંપનીએ હાથ ધરેલા માળખાગત કાર્યોમાં 2,000 T ક્ષમતાની રેલ્વે વેગન લોડિંગ સિસ્ટમની સ્થાપના અને જહાજથી સીધો ટ્રેનમાં કાર્ગો ઠાલવવા માટેની 1.54 કિમીની સમર્પિત રેલ્વે લાઇન કાર્યરત કરવા ઉપરાંત હાલની જેટીનું નવીનીકરણ, અદ્યતન કન્વેયર સિસ્ટમ્સની સ્થાપના, પ્રક્રિયાને સ્વચાલિત કરવી, સ્વચાલિત સ્ટોકયાર્ડ મેનેજમેન્ટ માટે બે સ્ટેકર-કમ-રિક્લેમર્સની તૈનાતી તથા જહાજના ઝડપી ડિસ્ચાર્જ માટે બે મોબાઇલ હાર્બર ક્રેનનો ઉમેરો જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
