કન્ટેન્ટ ઈન્ડિયા 2026 સફળતાપૂર્વક પૂર્ણ
મુંબઈ, 20 માર્ચ: ભારતના કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીની ઝાંખી કરાવતું ‘કન્ટેન્ટ ઈન્ડિયા 2026’ ઇવેન્ટ, Dish TV અને C21Media દ્વારા આયોજિત આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. તેમાં ભારત અને વિદેશમાંથી 700થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નવા આઇડિયાઝ, ઇનોવેશન અને ઉત્તમ સ્ટોરીટેલિંગ પર ચર્ચા કરવામાં આવી હતી.
ત્રણ દિવસ દરમિયાન ડિજિટલ કન્ટેન્ટના વધતા ટ્રેન્ડ, માઇક્રો ડ્રામા, વર્ટિકલ વિડિઓ અને કન્ટેન્ટ નિર્માણમાં AIના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગના નેતાઓએ સમજાવ્યું કે નવા શોઝ કેવી રીતે બનાવવામાં આવે છે, પાર્ટનરશિપ કેવી રીતે રચાય છે અને આવક મેળવવાના નવા માર્ગો કયા છે.
કાર્યક્રમના બે ખાસ આકર્ષણ રહ્યા: પ્રથમ – ‘કન્ટેન્ટ ઈન્ડિયા કોપ્રો પિચ’ (Content India Copro Pitch), જેમાં ક્રિએટર્સે પોતાના નવા શોના આઇડિયાઝ જજોના સમક્ષ રજૂ કર્યા. બીજું – ‘રાઇટર્સ રૂમ માસ્ટરક્લાસ’ (Writers Room Masterclass), જેને પ્રસિદ્ધ લેખક-પ્રોડ્યુસર ફ્રેન્ક સ્પોટનિટ્ઝ દ્વારા લેવામાં આવી, જેમાં તેમણે ટેલિવિઝન લેખન અંગે માર્ગદર્શન આપ્યું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
