અમદાવાદ, 20 માર્ચઃ આઈટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) વૈશ્વિક પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગને ટેકનોલોજી દ્વારા સક્ષમ બનાવતી અગ્રણી કંપની અમેડિયસ સાથે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો હેતુ એરલાઇન્સ, એરપોર્ટ્સ, ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન, હોસ્પિટાલિટી અને પેમેન્ટ્સ જેવી સમગ્ર ગ્લોબલ ટ્રાવેલ ઇકોસિસ્ટમમાં નવીનતાને વેગ આપવાનો અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ ધપાવવાનો છે.

TCSની ટ્રાવેલ ક્ષેત્રમાં ઊંડી નિપુણતા, એઆઈ, ક્લાઉડ, ડેટા એનાલિટિક્સ અને પ્લેટફોર્મ એન્જિનિયરિંગ ક્ષમતાઓને અમેડિયસની અગ્રણી ટ્રાવેલ ટેકનોલોજી સાથે જોડીને, આ સહકારનો ઉદ્દેશ એરલાઇન રિટેલિંગ અને સર્વિસિંગને આધુનિક બનાવવાનો છે અને મોટા પાયે સરળ, ગ્રાહક કેન્દ્રિત ટ્રાવેલ અનુભવ પૂરો પાડવાનો છે.

શરૂઆત કરતા TCS અમેડિયસ નેવિયો માટે સર્વિસ સેન્ટર યુઝર ઇન્ટરફેસને એક પ્રોડક્ટ તરીકે વિકસાવશે, જે એરલાઇન રિટેલિંગ અને સર્વિસિંગ ક્ષેત્રને આધુનિક બનાવતી આગામી પેઢીની મજબૂત પાયાની શરૂઆત ગણાશે. આ સહકાર દ્વારા TCS, નેવિયો અમલીકરણ કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેથી અમેડિયસ નેવિયોનો વધુ વ્યાપક અને અસરકારક રીતે એરલાઇન્સમાં અમલ થઈ શકે.

AI આધારિત વર્કફ્લો અને ગાઇડેડ સર્વિસિંગ દ્વારા, અમેડિયસ નેવિયો સર્વિસ સેન્ટર ફર્સ્ટ કોન્ટેક્ટ રિસોલ્યુશન સુધારવા, સરેરાશ હેન્ડલિંગ સમય ઘટાડવા, સર્વિસનો ખર્ચ ઘટાડવા અને ઇન્ટેલિજન્ટ અપસેલિંગ તથા પર્સનલાઇઝેશન દ્વારા નવી આવકની  તકો ઊભી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ ભાગીદારી TCSની ગ્લોબલ ટ્રાવેલ અને એવિએશન ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં મજબૂત સ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને આધુનિક એરલાઇન કોમર્સ મોડલ્સને સક્ષમ બનાવતી તથા લાંબા ગાળાની ઉદ્યોગ પરિવર્તનને આગળ ધપાવતી ઇન્ટેલિજન્ટ, પ્લેટફોર્મ આધારિત સોલ્યુશન્સ સાથે સાથે મળીને સર્જન કરવાની તેની વ્યૂહરચનાને મજબૂત બનાવે છે.