ESTER ઇન્ડસ્ટ્રીઝનાં સંયુક્ત સાહસ ELITeએ કેમિકલ પોલીસ્ટર રિસાયકલિંગ પ્લાન્ટ માટે રૂ. 1,600 કરોડના MoU કર્યા

નેશનલ, 7 મે, 2026 : કેનેડાની લૂપ ઇન્ડસ્ટ્રીઝ સાથે એસ્ટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત સાહસ એસ્ટર લૂપ ઇન્ફિનિટ ટેકનોલૉજીસ પ્રાઇવેટ લિમિટેડ (ELITe)એ રાજ્યમાં પોલીસ્ટર વેસ્ટ માટે ગ્રીનફિલ્ડ કેમિકલ રિસાયકલિંગ સુવિધા સ્થાપિત કરવા ગુજરાત સરકાર સાથે આજે સમજૂતીકરાર (MoU) કર્યા હતા, જેમાં રૂ. 1,600 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત રજૂ થઈ છે.

સૂચિત સુવિધા ગુજરાતના ભરુચ વિસ્તારમાં PCPIR દહેજમાં આકાર લેશે અને વર્ષ 2028માં કામગીરી શરૂ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં આશરે 500 લોકો માટે રોજગારીનું સર્જન થવાની ધારણા છે. MoU પર હસ્તાક્ષર સુરતની ઔરો યુનિવર્સિટીમાં થયા હતા, જે કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને GIDC લાર્જ પ્રોજેક્ટ્સ કેટેગરી અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ હેઠળ રોકાણ સંવર્ધન પહેલોના ભાગરૂપે થયા હતા. આ MoU પરિવર્તનશીલ ઔદ્યોગિક રોકાણ માટે ભારતનું સૌથી વધુ મહત્વપૂર્ણ સ્થાન તરીકે ગુજરાતની સ્થિતિને વધારે મજબૂત કરે છે.

આ સુવિધા દર વર્ષે અંદાજે 70,000 ટન રિસાયકલ્ડ ડાયમિથાઇલ ટેરેફ્થેલેટ (rDMT), 23,000 ટન રિસાયકલ્ડ મોનોઇથીલીન ગ્લાયકોલ (rMEG) અને 70,000 ટન રિસાયકલ્ડ PET રેસિનનું ઉત્પાદન કરવા ડિઝાઇન થઈ રહી છે, જેમાં એ જ સ્થાન પર ભવિષ્યમાં ઉત્પાદનક્ષમતા વધારવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. પ્રોજેક્ટ પોસ્ટ-કન્ઝ્યુમર (ઉપભોક્તા વપરાશ પછી) અને પોસ્ટ-ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક વપરાશ પછી) વેસ્ટમાંથી એકથી વધારે ડાઉનસ્ટ્રીમ ઉપયોગિતા માટે સાનુકૂળ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાચા માલમાં પરિવર્તિત કરીને પોલીસ્ટરમાં સર્ક્યુલારિટીને સક્ષમ બનાવવાના ELITeના બહોળા વિઝનના ભાગરૂપે તરીકે વિકસાવવામાં આવે છે. ગુજરાત સરકાર પોતાના વિવિધ વિભાગો મારફતે વર્તમાન નીતિઓ સાથે સુસંગત રીતે જરૂરી મંજૂરીઓ અને ક્લીઅરન્સ આપીને પ્રોજેક્ટ માટે સુવિધા કરી આપશે.

આ સમજૂતીકરાર (MoU) પર ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી કે જોશી (GAS)અને ELITeતરફથી એસ્ટર લૂપ ઇન્ફિનિટ ટેકનોલૉજીસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર આયુષ વર્ધમાન સિંઘાનિયાએ હસ્તાક્ષર કર્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)