બૈન કેપિટલે એશિયા ફંડ VIના અંતિમ સમાપનની જાહેરાત કરી, કુલ 10.5 અબજ ડોલરનું ફંડ એકત્ર કર્યું
અમદાવાદ,19 મે બૈન કેપિટલે આજે બૈન કેપિટલ એશિયા ફંડ VI મારફત 10.5 અબજ ડોલરનું ફંડ એકત્રિત કર્યા બાદ તેના અંતિમ સમાપનની જાહેરાત કરી હતી. એકત્રિત કુલ ફંડમાંથી આશરે 9.1 અબજ ડોલરની બાહ્ય પ્રતિબદ્ધતાઓ સમાવિષ્ટ છે. જે 7 અબજ ડોલરના મૂળ લક્ષ્ય કરતાં વધુ છે. તેના તમામ ફંડમાં પેઢીના વારસાને ધ્યાનમાં રાખીને બૈન કેપિટલના ભાગીદારો, કર્મચારીઓ અને સંબંધિત સંસ્થાઓએ મૂડી સંતુલનની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને તે સામૂહિક રીતે ફંડમાં એકમાત્ર સૌથી મોટા રોકાણકાર છે. આ ફંડ એકત્રીકરણ 20 વર્ષથી રોકાણ ક્ષેત્રે કાર્યરત બૈન કેપિટલના એશિયા પ્રાઈવેટ ઈક્વિટી પ્લેટફોર્મમાં રોકાણકારનો મજબૂત વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે.
બૈન કેપિટલે જાપાન, ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, કોરિયા સહિત વ્યાપક એશિયામાં ફુલ્લી ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ સ્થાપિત કરી વિસ્તરિત કર્યું છે. જેમાં 200 રોકાણ અને ટેકનોલોજી, ઈન્ડસ્ટ્રીયલ, કન્ઝ્યુમર, હેલ્થકેર, બિઝનેસ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ક્ષેત્રે પ્રોફેશનલ્સ રોકાણ કરે છે. આ પ્લેટફોર્મ બૈન કેપિટલના ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી અને ક્રેડિટ, ઈન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ, સ્પેશિયલ સિચ્યુએશન્સ અને ટેક ઓપોર્ચ્યુનિટીઝ સહિત નજીકના વ્યવસાયોમાં ગાઢ જોડાણનો લાભ મેળવે છે, જે સમગ્ર પ્રદેશમાં જટિલ તકો માટે વધારાની કુશળતા, સુગમતા અને સંસાધનો પૂરા પાડે છે.
