અદાણી સિમેન્ટ દ્વારા ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી અપાઇ

અમદાવાદ, ૧૮ નવેમ્બર: અદાણી સિમેન્ટે ગુજરાતમાં તેના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિકથી સંચાલિત ટ્રક્સને લીલી ઝંડી આપી છે.. અદાણી સિમેન્ટ દ્વારા પ્રથમવાર વીજળીથી ચાલતા ટ્રકને તહેનાત કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાની સિમેન્ટ અને ક્લિંકરની હેરફેરની યોજના અનુસાર અદાણી સિમેન્ટ માર્ચ ૨૦૨૭ સુધીમાં ૪૧૦ ઈલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરશે અને  ૨૦૩૦ સુધીમાં ૨૦૦૦થી વધુ ઈલેક્ટ્રિક ટ્રક તૈનાત કરી  રસ્તા માર્ગે થતા પરિવહનમાં ૧૦% હિસ્સો ઈલેક્ટ્રિક ટ્રક દ્વારા પૂરો કરવાનું કંપનીનું લક્ષ્ય છે.

અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સી.ઇ.ઓ વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે અમે જે પણ ટ્રકનું વીજળીકરણ કરીએ છીએ તે કાર્બન ઉત્સર્જનને ઘટાડવા સાથે ડીઝલના અસ્થિર ભાવની સ્થિતિમાં આપણા લોજિસ્ટિક્સ ખર્ચને બચાવે છે. આ ટકાઉપણાનો લાભ પ્રજા અને કંપનીના હિસાબી સરવૈયાને લાભકારી બને છે. દેશના સિમેન્ટ ક્ષેત્રમાં હેવી-ડ્યુટી EV ટ્રકના ઉપયોગનો આર્થિક કિસ્સો હવે માળખાકીય નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. છેલ્લા દાયકામાં, ડીઝલના ભાવમાં ૬૦%નો વધારો થયો છે, તો લિથિયમ-આયર્ન બેટરી પેકના ખર્ચમાં આશરે ૭૦% અને સૌર ટેરિફમાં ૪૭%નો ઘટાડો થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)