હાઇલાઇટ્સ : FY26 : કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 26.2% વધીને રૂ. 283.42 કરોડ, EBITDA રૂ. 22.93 કરોડકન્સ્ટ્રક્શન કેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ : ઉમરગામ ફેસિલિટી ખાતે બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર, રેડી મિક્સ પ્લાસ્ટર અને ટાઇલ એડહેસિવ્સ સહિત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું.મર્જર મંજૂર : રીજનલ ડિરેક્ટરએ 28 એપ્રિલ 2026નાં રોજ આદેશ દ્વારા સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ અને બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રા.લિ.નાં મર્જરને મંજૂરી આપી.સસ્ટેનેબિલિટી – કંપનીએ બિગબ્લોક અને તેની પેટાકંપનીઓમાં કેપ્ટિવ ઉપયોગ માટે 3340 KW ની રૂફટોપ સોલાર પાવર ક્ષમતા સ્થાપિત કરી છે.

સુરત, 1 જૂન, 2026 : ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, ઇંટો અને ALC પેનલ્સના સૌથી મોટા મેન્યુફેક્ચરર્સ પૈકીનાં એક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે માર્ચ 2026નાં અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2026નાં ચોથા ત્રિમાસિક માટે કન્સોલિડેટેડ રૂ. 86.93 કરોડની કામગીરીમાંથી આવક નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલા રૂ. 64.59 કરોડની તુલનામાં વાર્ષિક 34.6%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026નાં ચોથા ત્રિમાસિક દરમિયાન રૂ. 7.06 કરોડનો EBITDA નોંધાવ્યો હતો, જે બિલ્ડિંગ મટિરિયલ્સ સેક્ટરમાં સતત દબાણ હોવા છતાં સ્થિર કામગીરી દર્શાવે છે. માર્જિન અને પ્રોફિટેબિલિટી જીયોપોલિટીકલ ટેન્શનથી સેક્ટરમાં પડકારો અને તાજેતરનાં એક્સપાન્શનને કારણે પ્રભાવિત થઈ હતી.

નાણાકીય વર્ષ 2026નાં ચોથા ત્રિમાસિકમાં કન્સોલિડેટેડ કેપેસિટી યુટીલાઇઝેશન 78% રહ્યું હતું. બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કેપેસિટી યુટીલાઇઝેશન 89% નોંધાયું હતું, જ્યારે સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ક્વાર્ટર દરમિયાન 40% કેપેસિટી યુટીલાઇઝેશન નોંધાવ્યું હતું.

માર્ચ 2026માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, કામગીરીમાંથી આવક રૂ. 283.42 કરોડ નોંધાઈ હતી, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 224.64 કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે 26.2% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માટે EBITDA રૂ. 22.93 કરોડ હતું જેમાં EBITDA માર્જિન 8.09% હતું.

કંપનીના પર્ફોર્મન્સ અંગે વાત કરતા, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ મોહિત સાબૂએ જણાવ્યું કે, “કંપનીએ ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2026 દરમિયાન આવકમાં સ્થિર વૃદ્ધિ નોંધાવી છે, જે સુધારેલ કાર્યક્ષમતા અને મુખ્ય બજારમાં સ્થિર માંગ દ્વારા સમર્થિત છે. વર્ષ દરમિયાન, અમે કન્સ્ટ્રક્શન કેમિકલ સેગમેન્ટમાં વિસ્તરણ દ્વારા અને ટકાઉ કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને અમારા બિઝનેસને મજબૂત બનાવ્યો છે. ભારતમાં સસ્ટેનેબલ બિલ્ડિંગ મટિરિયલ્સનાં વધતા ઉપયોગ સાથે, અમે લોંગ-ટર્મ ગ્રોથ પર વિશ્વાસ રાખીએ છીએ અને કાર્યક્ષમતા, કેપેસિટી એક્સપાન્શન તેમજ સ્ટેકહોલ્ડર્સ માટે વેલ્યૂ – ક્રિએશન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.” 2015માં સ્થાપિત, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ AAC બ્લોક ક્ષેત્રની સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા પ્રતિ વર્ષ 1.3 મિલિયન ક્યુબિક મીટર છે. કંપનીના પ્લાન્ટ્સ ગુજરાતના ખેડા, ઉમરગામ અને કપડવંજ તેમજ મહારાષ્ટ્રના વાડા ખાતે સ્થિત છે. તાજેતરમાં કંપનીએ ઇંદોર (મધ્ય પ્રદેશ) ખાતે ભારતની સૌથી મોટી ગ્રીનફિલ્ડ AAC બ્લોક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે ખાસરા વિસ્તારમાં અંદાજે 57,500 ચોરસ મીટર જમીન ખરીદી છે. બિગબ્લોક AAC ઇન્ડસ્ટ્રીમાં કાર્બન ક્રેડિટ જનરેટ કરતી ગણતરીની કંપનીઓ પૈકીની એક છે.

તાજેતરમાં, કંપનીએ તેની ઉમરગામ ફેસિલિટી ખાતે કન્સ્ટ્રક્શન કેમિકલ્સનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. આ પ્લાન્ટ બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર, રેડી મિક્સ પ્લાસ્ટર અને ટાઇલ એડહેસિવ્સનું ઉત્પાદન કરે છે, જે ઝડપથી વિકસતા બિલ્ડિંગ મટિરિયલ સેગમેન્ટમાં કંપનીની હાજરીને મજબૂત બનાવે છે અને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને એક્સપાન્ડ કરે છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની પેટાકંપની સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડને હવે તેના ઇન્દોર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે તમામ મુખ્ય મંજૂરીઓ મળી ગઈ છે, જેમાં ટાઉન પ્લાનિંગ ક્લિયરન્સ, જમીનનું રજીસ્ટ્રેશન, ગ્રામ પંચાયત મંજૂરી અને NA ઓર્ડરનો સમાવેશ થાય છે.

28 એપ્રિલ, 2026નાં રોજ રીજનલ ડિરેક્ટર દ્વારા મંજૂર કરાયેલી એકીકરણ યોજના અનુસાર, સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ (SBML)ને 1 એપ્રિલ, 2025થી બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (BBEPL) સાથે મર્જ કરવામાં આવ્યું છે. આ મર્જરનો હેતુ કામગીરીને સુવ્યવસ્થિત કરવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા અને એકંદર કોર્પોરેટ સ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે. બંને એન્ટિટી પહેલાથી જ ગ્રુપમાં કન્સોલિડેટ થઈ ગઈ હોવાથી, મર્જરની ગ્રુપનાં કન્સોલિડેટેડ સંપત્તિ, જવાબદારી, આવક અથવા ખર્ચ પર કોઈ અસર પડતી નથી. મંજૂર શેર સ્વેપ વ્યવસ્થાને અનુસરીને, BBEPLમાં કંપનીનો હિસ્સો 100% થી સુધારીને 92.63% કરવામાં આવ્યો છે. પરિણામે, મર્જ થયેલ BBEPL એન્ટિટીમાં નોન-કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ SBMLમાં 14.85%થી 7.37% કરવામાં આવ્યો છે.

સસ્ટેનેબિલિટી ફ્રંટ પર, બિગબ્લોક અને તેની પેટાકંપનીઓમાં કુલ ઇન્સ્ટોલ્ડ રૂફટોપ સોલાર પાવર કેપેસિટી હવે 3340 KW છે. કંપનીએ ESG વર્લ્ડ પર તેની ESG પ્રોફાઇલ પણ લોન્ચ કરી છે, જે વૈશ્વિક સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ્સ, ટ્રાન્સપરન્સી અને જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કંપનીની વેબસાઇટના સસ્ટેનેબિલિટી વિભાગ દ્વારા ઉપલબ્ધ આ પ્રોફાઇલ ઇન્વેસ્ટર્સ, એનાલિસ્ટ્સ, ESG રેટિંગ એજન્સીઓ અને ફાયનાન્સિયલ સંસ્થાઓને ગ્લોબલ ફ્રેમવર્ક સાથે સંરેખિત મુખ્ય ESG મેટ્રિક્સમાં પ્રદર્શનને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે.