લિંકન ફાર્માએ 2025-26માં રૂ. 87.89 કરોડનો નેટ પ્રોફિટ; રૂ. 131.14 કરોડની EBITDA, રૂ. 704.48 કરોડની આવક નોંધાવી
કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર રૂ. 1.80 એટલે કે 18%નાં ડિવિડન્ડની ભલામણ કરી

| હાઇલાઇટ્સ : Q4FY26 :- કામગીરીમાંથી આવક રૂ. 183.08 કરોડ, વાર્ષિક ધોરણે 13.50% વધી; EBITDA રૂ. 20.66 કરોડ, વાર્ષિક ધોરણે 4.13% ગ્રોથ; નેટ પ્રોફિટ રૂ. 11.63 કરોડ, વાર્ષિક ધોરણે 0.52% વૃદ્ધિકંપની આગામી 3 વર્ષમાં રૂ. 1,000 કરોડની આવકનું લક્ષ્ય રાખે છે.31 માર્ચ 2026નાં રોજ કંપનીમાં FII હોલ્ડિંગ 5.20% અને DII 1.08% હતું, જ્યારે 31 માર્ચ 2025નાં રોજ FII 5.00% હતું.ક્રિસિલ રેટિંગ્સે કંપનીની બેંક સુવિધાઓ પર તેના ‘Crisil A/Stable/Crisil A1’ રેટિંગને રિઅફર્મ કર્યું છે.કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ઇએનટી સેગમેન્ટમાં મજબૂત કામગીરી દ્વારા, 15-18% વાર્ષિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંકયુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને કારણે Q4FY26 ના ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ પર અસર પડી હતી. |
ફાયનાન્સિયલ હાઇલાઇટ્સ (કન્સોલિડેટેડ)
| Particulars | Q4 FY26 | Q4 FY25 | Y-O-Y (%) | FY26 | FY25 | Y-O-Y (%) |
| Total Income | 183.08 | 161.30 | 13.50% | 704.48 | 645.71 | 9.10% |
| EBITDA | 20.66 | 19.84 | 4.14% | 131.14 | 123.97 | 5.78% |
| Profit before Tax | 16.70 | 16.25 | 2.77% | 115.63 | 109.19 | 5.90% |
| Net Profit | 11.63 | 11.57 | 0.52% | 87.89 | 82.35 | 6.74% |
| E.P.S (Rs.) | 5.81 | 5.78 | 0.52% | 43.88 | 41.11 | 6.74% |
અમદાવાદ (ગુજરાત), 1 જૂન, 2026 : ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (BSE: 531633, NSE: LINCOLN) એ 31 માર્ચ 2026નાં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 87.89 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 82.35 કરોડનાં નેટ પ્રોફિટની તુલનામાં 6.74%ની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માટે કામગીરીમાંથી આવક રૂ. 704.48 કરોડ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 645.71 કરોડની તુલનામાં 9.10% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માટે EBITDA રૂ. 131.14 કરોડ રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલા રૂ. 123.97 કરોડના EBITDAની તુલનામાં 5.78% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 26 માટે EPS પ્રતિ શેર રૂ. 43.88 નોંધાયું હતું.
કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ.10 પ્રતિ શેરની ફેસ વેલ્યૂ પર રૂ. 1.80 પ્રતિ શેર એટલે કે 18% ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ માર્ચ 2026માં પૂરા થયેલા વર્ષ માટે રૂ. 115.63 કરોડ પ્રોફિટ બિફોર ટેક્સ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 109.19 કરોડ હતો. 31 માર્ચ 2026નાં રોજ ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સે (FII) કંપનીમાં તેમનો હિસ્સો સતત વધારીને 5.20% કર્યો છે, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું (DII) હોલ્ડિંગ 1.08% હતું. ગ્રીનએક્સ વેલ્થ મલ્ટિહોરાઇઝન્સ ઓપોર્ચ્યુનિટી ફંડ અને રિમો કેપિટલ ફંડ એલપી કંપનીમાં અનુક્રમે 1.07% અને 1.33% હિસ્સો ધરાવે છે.

ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ અને ફ્યુચર પ્લાન્સ વિશે વાત કરતા, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ડિરેક્ટર મુંજાલ પટેલે જણાવ્યું હતું કે, “મજબૂત માંગ, કાર્યક્ષમતા અને માર્કેટ્સમાં સતત સફળ એક્ઝિક્યુશન થકી હેલ્ધી ગ્રોથ સાથે નાણાકીય વર્ષ 2026નાં પરિણામો જાહેર કરતા અમને આનંદ થાય છે. અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા, અમારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ હાજરીને એક્સપાન્ડ કરવા અને રિસર્ચ તથા મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ડેટ-ફ્રી બેલેન્સ શીટ અને મજબૂત ફંડામેન્ટલ્સ થકી, અમે પ્રોફિટેબલ ગ્રોથ ટકાવી રાખવા અને સ્ટેકહોલ્ડર્સ માટે લોંગ-ટર્મ વેલ્યૂ-ક્રિએશન કરવાનો વિશ્વાસ રાખીએ છીએ.” કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. 1,000 કરોડની આવકનું લક્ષ્ય ધરાવે છે, જે હાઇ-વેલ્યૂ પ્રોડક્ટ લાઇનમાં બિઝનેસ એક્સપાન્શન અને નવા માર્કેટમાં પ્રવેશને આભારી છે. આ ધ્યેય 15-18% વાર્ષિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાની વ્યાપક સ્ટ્રેટેજીનો એક ભાગ છે, જે કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ENT સેગમેન્ટમાં મજબૂત પર્ફોર્મન્સ દ્વારા સંચાલિત છે. કંપની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટને એક્સપાન્ડ કરવા માટે પ્રતિબદ્ધ છે. 9 જાન્યુઆરીના રોજ CRISIL રેટિંગ્સે લિંકન ફાર્માસ્યુટિકલ્સની બેંક ફેસિલિટીઝ પર તેના ‘CRISIL A/Stable/CRISIL A1’ રેટિંગ્સને રિઅફર્મ કર્યું છે, જે વર્કિંગ-કેપિટલ ઇન્ટેન્સિટી અને રેગ્યુલેટરી તથા સ્પર્ધાત્મક પડકારો હોવા છતાં, પ્રમોટરોના મજબૂત ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ, એસ્ટાબ્લિશ્ડ માર્કેટ પોઝિશન અને હેલ્ધી ફાયનાન્સિયલ પ્રોફાઇલને પ્રતિબિંબિત કરે છે.
હાઇલાઇટ્સ – Q4 FY26 રિઝલ્ટ્સ
Q4FY26 માટે, કંપનીએ Q4FY25માં રૂ. 11.57 કરોડના નેટ પ્રોફિટની તુલનામાં રૂ. 11.63 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 0.52% વૃદ્ધિ દર્શાવે છે. Q4FY26 માટે કામગીરીમાંથી આવક રૂ. 183.08 કરોડ નોંધાઈ હતી, જે Q4FY25માં રૂ. 161.30 કરોડની આવકની તુલનામાં, વાર્ષિક ધોરણે 13.50% વૃદ્ધિ દર્શાવે છે. Q4FY26 માટે EBITDA રૂ. 20.66 કરોડ રહ્યો હતો, જે Q4FY25માં રૂ. 19.84 કરોડના EBITDAની સરખામણીમાં, વાર્ષિક ધોરણે 4.13% વૃદ્ધિ દર્શાવે છે. Q4FY26 માટે EPS પ્રતિ શેર રૂ. 5.81 નોંધાયો હતો.
કંપની રેગ્યુલેટેડ અને સેમી-રેગ્યુલેટેડ માર્કેટ્સમાં તેની હાજરીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે હાલમાં પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા, મધ્ય અને ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના 60 કરતા વધારે દેશોમાં નિકાસ કરે છે. કંપની આગામી 2-3 વર્ષમાં તેની હાજરી 90 દેશોમાં વિસ્તૃત કરવાનું ધ્યેય રાખે છે. કેનેડિયન માર્કેટમાં તાજેતરમાં પ્રવેશ અને TGA – ઓસ્ટ્રેલિયા અને EU GMP તરફથી મંજૂરીઓ સાથે, કંપની ગ્લોબલ એક્સપાન્શન માટે તૈયાર છે.
કંપની ગુજરાતના અમદાવાદમાં ખાત્રજ ખાતે એક અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી યુનિટ ધરાવે છે, જે કડક ઇન્ટરનેશનલ ક્વોલિટી અને કોમ્પ્લાયન્સ ધોરણોનું પાલન કરે છે અને EUGMP, TGA, WHO-GMP; ISO-9001:2015, ISO-14001:2015 અને ISO-45001:2018 દ્વારા પ્રમાણિત છે. કંપનીએ 15 થેરાપ્યુટિક ક્ષેત્રોમાં 600થી વધુ ફોર્મ્યુલેશન વિકસાવ્યા છે અને એન્ટી-ઇન્ફેક્ટિવ, રેસ્પિરેટરી સિસ્ટમ, ગાયનેકોલોજી, કાર્ડિયો અને સીએનએસ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ડાયાબિટીક, એન્ટી-મેલેરિયા સહિત અન્ય ક્ષેત્રોમાં મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ 25થી વધુ પેટન્ટ એપ્લિકેશન્સ દાખલ કરી છે અને તેને સાત પેટન્ટ પ્રાપ્ત થઇ છે. કંપની 1,700 થી વધુ રજિસ્ટર્ડ પ્રોડક્ટ્સ સાથે મજબૂત પોર્ટફોલિયો દ્વારા ઇનોવેશન અને ગ્રોથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં 700 વધુ ડેવલપમેન્ટ હેઠળ છે.
