અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના 5 રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ
મુંબઈ, 28 જૂન: ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ સિટી લિ. (AACL) એ તેના એરપોર્ટ માળખામાં સંકલિત એરપોર્ટ શહેરો વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે, જે નિરંતર રીતે જોડાયેલા અને આસપાસ આવેલા શહેરી જિલ્લાઓમાં આતિથ્ય, છૂટક વેપાર મનોરંજન, સંમેલનોની સવલત અને વાણિજ્યિક માળખાને એકસાથે લાવે છે. રુ.૨૦,૦૦૦ કરોડથી વધુના રોકાણનું પ્રતિનિધિત્વ કરતા આ વિકાસ પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી મુંબઈ, અમદાવાદ, લખનૌ, જયપુર અને ગુવાહાટીમાં આશરે ૨૨ મિલિયન ચોરસ ફૂટનો વિકાસ કરવામાં આવશે.
આ વિકાસમાં પાંચ રાજ્યોના છ એરપોર્ટની ૬૫૫ એકરથી વધુ જમીન સામેલ છે, જેમાં ફક્ત મુંબઈ અને નવી મુંબઈની લગભગ ૪૪૦ એકર જમીનનો સમાવેશ થાય છે. પ્રસ્તાવિત રોકાણનો લગભગ ૭૦ ટકા હિસ્સો મુંબઈ અને નવી મુંબઈમાં કેન્દ્રિત હશે, જે ભારતના અગ્રણી વ્યાપારી, નાણાકીય અને ઉડ્ડયનના પ્રવેશદ્વાર તરીકે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ની સ્થિતિનું મહત્વ દર્શાવે છે. એરપોર્ટ, મેટ્રો અને શહેર પરિવહન માળખા સાથે એકીકૃત વાતાવરણમાં હોટલ, ઓફિસ, રિટેલ, ડાઇનિંગ, મનોરંજન અને સંમેલન સુવિધાઓનો મુસાફરો, વ્યવસાયિકો અને સ્થાનિક સમુદાયો ઉપયોગ કરી શકે તે હેતુથી વિકાસને સંકલિત, યોગ્ય શહેરી જિલ્લાઓ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
અદાણી એરપોર્ટસ હલ્ડીંગ્સના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે “વિશ્વભરમાં, સૌથી સફળ એરપોર્ટ જિલ્લાઓ વાણિજ્ય, પર્યટન અને શહેરી વિકાસના કેન્દ્રો બની રહેવા સાથે ભારતનું ઉડ્ડયન બજાર વિસ્તરી રહ્યું છે ત્યારે એરપોર્ટ્સ પાસે ઉડ્ડયનથી પણ વધુ મૂલ્યનું ઉપાર્જન કરવાની તક છે. તેમણે કહ્યું હતું કે અમે એરપોર્ટ્સ રોકાણ, રોજગાર, વધુ સારા મુસાફરોના અનુભવો અને તેઓ જે શહેરોને સેવા આપે છે તેના લાંબા ગાળાના વિકાસ માટે ઉત્પ્રેરક બને તેવું સંકલિત શહેરી સ્થળોના માળખાનું નિર્માણ કરી રહ્યા છીએ.
સિંગાપોરના ચાંગી, દુબઈ ઇન્ટરનેશનલ, એમ્સ્ટરડેમના શિફોલ અને સિઓલના ઇન્ચેઓન જેવા વૈશ્વિક સ્તરે સફળ નિવડેલા એરપોર્ટ જિલ્લાઓથી પ્રેરિત થઇ હાથ ધરવામાં આવનાર આ વિકાસ કામગીરી ભારતના ઝડપથી વિસ્તરતા ઉડ્ડયન બજારમાં એરપોર્ટ-સંચાલિત વિકાસ મોડેલ લાવશે.
જીતે કહ્યું હતું કે વિશ્વના ટોચના ડિઝાઇન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ભાગીદારો સાથે ડિઝાઇન કરવામાં આવી રહેલો આ વિકાસ કાર્યક્રમ આતિથ્ય, છૂટક વેપારી કામકાજ, કચેરીઓ અને મનોરંજન ક્ષેત્રમાં ઉભરતા વલણોથી માહિતગાર રહી કરવામાં આવી રહ્યા છે. શ્રી અદાણીએ ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીને અનુભવ સાથે જોડે, આર્થિક પ્રવૃત્તિ, રોજગાર અને તેમની આસપાસના સમુદાયો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરે એવા જીવંત જિલ્લાઓનું નિર્માણ કરવાનો છે.
એરપોર્ટ સિટી મોડેલ કનેક્ટિવિટી અને અનુભવ પર આધારિત આ કાર્યક્રમ પરંપરાગત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી વિપરીત છે.એકલદોકલ વિકાસ કરવાને બદલે જિલ્લાઓને એરપોર્ટ ઇકોસિસ્ટમના કુદરતી વિસ્તરણ તરીકે વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક જ માસ્ટર-પ્લાન્ડેડ વાતાવરણમાં વિવિધ સુવિધાઓને એકીકૃત કરીને, હાથ ધરાનારા વિકાસનો હેતુ આસપાસના શહેરોના આર્થિક જીવન ક્ષમતામાં યોગદાન આપતા ગતિશીલ સ્થળો બનાવવાનો છે.
આ પહેલના ભાગ રૂપે કંપનીએ પાંચ લક્ઝરી અને પ્રીમિયમ હોટલ માટે IHG હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથે હોટેલ મેનેજમેન્ટ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતમાં કિમ્પ્ટન બ્રાન્ડનો પ્રારંભ પણ સામેલ છે. કંપની હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ, રિટેલ અને મનોરંજનમાં અગ્રણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે પણ જોડાઈ રહી છે.
સસ્ટેનેબિલિટી આધારિત આ કાર્યક્રમ હેઠળના એરપોર્ટ સિટીના તમામ પ્રકલ્પોને યુ.એસ. ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા લીડરશીપ ઇન એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન માટે ગોલ્ડ પ્રી-સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે, જે સંસાધન કાર્યક્ષમતા, ટકાઉ ડિઝાઇન, ચાલવા યોગ્ય અને ઉચ્ચ-ગુણવત્તાવાળા જાહેર સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
