એરિઓન ગ્રૂપે 60 મિલિયન અમેરિકન ડોલરનું ગિફ્ટ સિટી ફંડ પ્રસ્તુત કર્યું
મુંબઈ, 28 જૂન, 2026 : એરિઓન ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની એસેટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (AAMPL)એ એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ IFSCA (ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી) નિયમનો, 2025 અંતર્ગત કેટેગરી III અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) છે.
એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટીનો ઉદ્દેશ સમજદાર રોકાણકારોને કરવેરાદક્ષ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત રોકાણ પ્લેટફૉર્મ મારફતે ભારતમાં વિશેષ સ્થિતિસંજોગો, માળખાગત ધિરાણ અને નાણાકીય ખેંચ ધરાવતી એસેટની તકો પ્રદાન કરવાનો છે. આ ફંડનું લક્ષિત ફંડ 60 મિલિયન અમેરિકન ડૉલર (હાલ અમેરિકન/ભારતીય રૂપિયાના વિનિમય દર મુજબ આશરે રૂ. 570 કરોડ) છે, જે પાંચ વર્ષનો ગાળો ધરાવે છે, જેને મહત્તમ બે વર્ષ સુધી વધારવાનો વિકલ્પ પણ રોકાણકારોને મળશે.
ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય સ્તરની ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે, જે દેશો વચ્ચે રોકાણ અને મૂડીમાં ભાગીદારીને વધારે છે.
એરિયોનના રોકાણની કામગીરીમાં ભારતમાં સીક્યોરિટીઝને શામેલ કરે છે, જેમાં ભારતનાં સંપૂર્ણ ધિરાણ ક્ષેત્રમાં વિશેષ સ્થિતિસંજોગો શામેલ છે, જેમાં નાદારી અને દેવાળિપણાની સંહિતા (IBC) સંચાલિત સમાધાન, વન-ટાઇમ સેટલમેન્ટ અને સંચાલક કંપનીઓ માટે વ્યૂહાત્મક રીતે બહાર નીકળવાની બાબતો શામેલ છે. આ તમામ ક્ષેત્રોમાં તકોનું મૂલ્યાંકન કરે છે, જેમાં માળખાગત સુવિધા, ઉત્પાદન, હોસ્પિટાલિટી, ધિરાણ સેવાઓ અને રિયલ એસ્ટેટ સંબંધિત એસેટ સામેલ છે.
રોકાણની વ્યૂહરચના સક્રિય સમાધાન વ્યવસ્થાપન, કાર્યકારી ટર્નઆઉટ સપોર્ટ, વાટાઘાટ દ્વારા પતાવટ અને વ્યૂહાત્મક એસેટનું મુદ્રીકરણ કરીને રિકવરી મારફતે મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રીત કરશે.
આ ફંડ પ્રસ્તુત કરવા પર એરિઓન ગ્રૂપના સ્થાપક મનિષ લાલવાણીએ કહ્યું હતું : “એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટીની પ્રસ્તુતિ એક મહત્વપૂર્ણ વળાંક પર થયું છે, કારણ કે ભારતનું વિશેષ સ્થિતિસંજોગો ધરાવતું બજાર હવે વધારે સંસ્થાગત અને વ્યવસ્થિત રોકાણની તકોમાં પરિવર્તિત થઈ રહ્યું છે. જોકે, અગાઉ વિશેષ સ્થિતિસંજોગોની વ્યૂહરચનામાં સંસ્થાગત રોકાણકારો અને હાઈ-નેટવર્થ ધરાવતી વ્યક્તિઓને જ લાભ થતો હતો, પરંતુ અમારું માનવું છે કે, વૃદ્ધિના આગામી તબક્કામાં બહોળી ભાગીદારી જોવા મળશે, જેને વધારે સાનુકૂળ નિયમનકારક વાતાવરણનો ટેકો મળશે. એરિઓન ગ્રૂપ રોકાણની આ બદલાતી પૃષ્ઠભૂમિનો લાભ લેવા સારી સ્થિતિમાં છે.”
AAMPLએ 2019માં AIF સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો અને પછી અત્યાર સુધી મજબૂત મલ્ટિ-ફંડ પ્લેટફૉર્મ ઊભું કર્યું છે, જે કેટેગરી I ફંડો અને કેટેગરી II ફંડો ધરાવે છે. શરૂઆતથી અત્યાર સુધી AAMPLએ વિશેષ સ્થિતિસંજોગો ધરાવતી એસેટમાં અંદાજે રૂ. 3000 કરોડનું રોકાણ કર્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
