RIL: OIL TO CHEM (O2C) SEGMENTમાં આકર્ષક વૃદ્ધિ

અમદાવાદ, 17 જુલાઇઃ રિલાયન્સ જૂથના OIL TO CHEMICALS (“O2C”) SEGMENTમાં જૂન ક્વાર્ટર દરમિયાન આકર્ષક વૃદ્ધિ નોંધાવી હોવાનું કંપનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે. સેગ્મેન્ટની રેકોર્ડબ્રેક ત્રિમાસિક આવક (રેવન્યુ) ₹ 2,01,803 કરોડ ($ 21.3 બિલિયન) થઇ છે જે વાર્ષિક ધોરણે (Y-o-Y) 30.4%નો વધારો દર્શાવે છે. જ્યારે ત્રિમાસિક EBITDA ₹ 17,010 કરોડ ($ 1.8 બિલિયન), વાર્ષિક ધોરણે 17.2%નો વધારો દર્શાવે છે. એટલું જ નહિં જિયો-બીપી (Jio-bp) દેશભરમાં 2,221 ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સ (ઇંધણ વેચાણ કેન્દ્રો)નું મજબૂત નેટવર્ક ધરાવે છે.

આવશ્યક ઇંધણનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરીને ગ્રાહકોનું રક્ષણ કરવા પ્રયાસો કર્યાઃ અનંત અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ઉર્જા બજારના અત્યાર સુધીના સૌથી મોટા વિક્ષેપમાંથી ઉભા થયેલા વ્યાપક વૈશ્વિક પડકારોની પૃષ્ઠભૂમિ વચ્ચે પણ અમારા એનર્જી બિઝનેસએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ પરિણામો અમારા ઊંડાણપૂર્વક સંકલિત O2C ઓપરેશન્સની આંતરિક તાકાત અને બજારના વાતાવરણમાં આવતા બદલાવો સામે અમારી ઝડપી પ્રતિક્રિયાને દર્શાવે છે. શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન આપવાની સાથે, અમારા વ્યવસાયે આવશ્યક ઇંધણનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરીને ભારતીય ગ્રાહકોનું રક્ષણ કરવા માટે જે પ્રયાસો કર્યા છે તેના પર મને વિશેષ ગર્વ છે. અમે ન્યૂ એનર્જી બિઝનેસની વૃદ્ધિની સંભાવનાઓ અને આગામી વર્ષોમાં ભારત માટે ઉર્જા નિર્ભરતા સુનિશ્ચિત કરવામાં તે જે ભૂમિકા ભજવશે તેનાથી ખૂબ જ ઉત્સાહિત છીએ.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)