ફિનએક્સ દ્વારા ‘ફ્રેન્કલિન ટેમ્પલટન નેશનલ મ્યુચ્યુઅલ ફંડ ઑલિમ્પિયાડ 2026’ની બીજી સીઝનનો શુભારંભ
અમદાવાદ, 1 ઓગસ્ટ: ફિનએક્સે નૉલેજ પાર્ટનર Growwના સહયોગથી ‘ફ્રેન્કલિન ટેમ્પલટન નેશનલ મ્યુચ્યુઅલ ફંડ ઑલિમ્પિયાડ (એફટીએનએમએફઓ) 2026’ની બીજી સીઝનના શુભારંભની જાહેરાત કરી હતી. આ પહેલને બીએફએસઆઈ સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને એફપીએ એજ્યુટૅકનો સહયોગ પ્રાપ્ત થયો છે. હવે સમગ્ર ભારતની તમામ શૈક્ષણિક શાખાઓની કૉલેજોમાં અભ્યાસ કરતા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. તેની પ્રથમ આવૃત્તિમાં સમગ્ર દેશની 400થી વધુ કૉલેજોના 10,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રથમ આવૃત્તિને મળેલા પ્રોત્સાહક પ્રતિસાદને પરિણામે બીજી સીઝનમાં સમગ્ર દેશની 1,000 કૉલેજના 50,000 વિદ્યાર્થીઓને સાંકળીને તેની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પેનલમાં સામેલ કૉલેજોના વિદ્યાર્થીઓ નોંધણી પોર્ટલ પર જઈને નોંધણી કરાવી શકશે. સુઆયોજિત બહુસ્તરીય સ્પર્ધા દ્વારા સહભાગીઓના રોકાણના પાયાના સિદ્ધાંતો, મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ્સ, નાણાકીય આયોજન, સંપત્તિનું સર્જન, બજાર સંબંધિત ખ્યાલો તેમજ રોકાણના ઉભરતા વિકલ્પો અંગેના તેમના જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
બીજી આવૃત્તિમાં ભારતની અનેક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓએ પહેલેથી જ તેમાં ભાગ લઈ લીધો છે. તેમાં આઇઆઇએમ બેંગલુરુ, આઇઆઇએમ ઇન્દોર, આઇઆઇએમ વિશાખાપટ્ટનમ, આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ધનબાદ, વીઆઇટી વેલ્લોર, આઇઆઇએફટી કોલકાતા, દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી (ડીટીયુ), બિટ્સ ગોવા, ક્રાઇસ્ટ યુનિવર્સિટી અને લેડી શ્રી રામ કૉલેજ (દિલ્હી યુનિવર્સિટી) સહિતની અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમની સહભાગીદારી વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણ સંબંધિત જાણકારીને પ્રોત્સાહન આપવા માટેના વિશ્વસનીય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે આ ઑલિમ્પિયાડને મળી રહેલી વધતી જતી માન્યતાને પ્રતિબિંબિત કરે છે.
ફિનએક્સ ઇકોસિસ્ટમથી સંચાલિત આ ઑલિમ્પિયાડને ટેકનોલોજી પર આધારિત સંપૂર્ણ શૈક્ષણિક અનુભવ તરીકે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નોંધણી અને મૂલ્યાંકનથી લઈને વિશ્લેષણ તથા સહભાગીઓની સંલગ્નતા સુધી, ફિનએક્સ આ પહેલના દરેક તબક્કાનું સરળતાથી સંચાલન કરે છે, જેના પરિણામે રાષ્ટ્રીય સ્તરના નાણાકીય શિક્ષણ સંબંધિત કાર્યક્રમનું કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલીકરણ કરવાનું શક્ય બન્યું છે.
બીજી આવૃત્તિના લૉન્ચના પ્રસંગે ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રા. લિ.ના પ્રેસિડેન્ટ અવિનાશ સાતવલેકરે જણાવ્યું હતું કે, ‘ફ્રેન્કલિન ટેમ્પલટન નેશનલ મ્યુચ્યુઅલ ફંડ ઑલિમ્પિયાડની પ્રથમ આવૃત્તિને મળેલા પ્રોત્સાહક પ્રતિસાદે એ વાતની પુષ્ટિ કરી છે કે, ભારતના યુવાનોમાં વર્ગખંડના શિક્ષણથી આગળ વધીને નાણાકીય બાબતોનું વ્યવહારુ જ્ઞાન મેળવવાની અભિરુચિ સતત વધી રહી છે.’
લૉન્ચના પ્રસંગે ફિનએક્સના એમડી અને સીઇઓ હિમાંશુ વ્યાપકે જણાવ્યું હતું કે, ‘ફ્રેન્કલિન ટેમ્પલટન નેશનલ મ્યુચ્યુઅલ ફંડ ઑલિમ્પિયાડ એક એવા અનોખા પ્લેટફોર્મ તરીકે વિકસ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે નાણાકીય શિક્ષણને વધુ રસપ્રદ, સુલભ અને પ્રાસંગિક બનાવવા માટે શિક્ષણજગત અને ઉદ્યોગજગતને એકસાથે લાવે છે.’
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
