સયાજી હોટેલ્સે એનરાઇઝ બાય સયાજી, સોમનાથ લોન્ચ કરીને તેની ઉપસ્થિતિનો વિસ્તાર કર્યો

 અમદાવાદ,17 ઓગસ્ટ: સયાજી હોટેલ્સે એનરાઇઝ બાય સયાજી, સોમનાથના લોન્ચની જાહેરાત કરી છે. આ લોન્ચ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળોમાંના એકમાં ગ્રુપના વિસ્તરણને ચિહ્નિત કરે છે. જૂનાગઢ-સોમનાથ હાઇવે પર આવેલી, આ પ્રોપર્ટી હરવા-ફરવા આવેલા પ્રવાસીઓ, પરિવારો, કોર્પોરેટ ગેસ્ટ અને સોશિયલ ગ્રુપ્સ માટે આધુનિક એકોમોડેશન, મલ્ટિ-ક્યુઝિન રેસ્ટોરન્ટ અને વિશાળ બેંક્વેટ ફેસિલિટીઝને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.

ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલ સોમનાથ ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવતા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર માટે પ્રસિદ્ધ છે. આ સ્થળ આધ્યાત્મિકતા અને વારસાને તેના દરિયાકાંઠાની સાથે જોડે છે, અહીં ત્રિવેણી સંગમ જેવા આકર્ષણો છે, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ અરબી સમુદ્રને મળે છે, તેમજ ભાલકા તીર્થ તેની સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વતામાં વધારો કરે છે. ગીર-સોમનાથનો વિશાળ વિસ્તાર ગીર નેશનલ પાર્ક સહિતના સ્થળો સુધી પહોંચ પણ સુવિધા આપે છે, જેથી આ સ્થળ યાત્રાધામ અને હરવા-ફરવાના શોખીનો બંને માટે સુસંગત બની જાય છે.

નવી શરૂ થયેલી હોટેલમાં 59 રૂમ છે, જેમાં 24 ડિલક્સ રૂમ, 24 પ્રીમિયમ ડિલક્સ રૂમ, 10 સ્યુટ્સ અને એક ગ્રાન્ડ સ્યુટનો સમાવેશ થાય છે. ડિલક્સ કેટેગરીમાં 252 ચોરસ ફૂટથી લઈને ગ્રાન્ડ સ્યુટ માટે 630 ચોરસ ફૂટ સુધીના રૂમ છે, જે એકલ પ્રવાસીઓ અને પરિવારો બંને માટે વિકલ્પો પૂરા પાડે છે. આ પ્રોપર્ટીની ડાઇનિંગ સુવિધા ‘મોમેન્ટ’ દ્વારા સંચાલિત છે, જે 160-કવર મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. હોટેલમાં રોકાયેલા મહેમાનો અને મુલાકાતીઓ એમ બંનેને સેવા આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલી આ રેસ્ટોરન્ટ હોટેલના એકોમોડેશન અને ઇવેન્ટ સાથે જોડાયેલી સુવિધાઓને પૂરક બનાવે છે.

હોટેલમાં ત્રણ બેંક્વેટ વેન્યૂ પણ છે – જ્વેલ, ક્રિસ્ટલ અને વાટિકા; જ્યાં લગ્ન, ઉજવણી, કોન્ફરન્સ, મીટિંગ અને અન્ય આયોજનોની વ્યવસ્થા કરવામાં આવે છે. આમાંથી, વાટિકા 26,500 ચોરસ ફૂટમાં ફેલાયેલ છે અને થિયેટર-સ્ટાઇલની ગોઠવણીમાં 1,000 મહેમાનોને સમાવી શકે છે, જ્યારે જ્વેલ અને ક્રિસ્ટલ નાની અને મધ્યમ કદની ઇવેન્ટ માટે વધારાના વિકલ્પો પૂરા પાડે છે.

જૂનાગઢ સોમનાથ હાઇવે પર ડારી ટોલ પ્લાઝા નજીક, છત્રોડા સર્વિસ રોડ પર ઓવરબ્રિજની સામે આવેલી આ હોટેલ વેરાવળ રેલ્વે સ્ટેશનથી આશરે 7 કિમી અને કેશોદ એરપોર્ટથી 40 કિમી દૂર છે. તેનું સ્થાન સોમનાથની મુસાફરી કરતા મહેમાનો તેમજ વિશાળત્તમ સૌરાષ્ટ્રને ખૂંદવા આવતા મહેમાનો બંને માટે સુવિધા પૂરી પાડે છે.

એકોમોડેશન, ડાઇનિંગ અને લાર્જ-ફોર્મેટના ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સંયોજન સાથે, એનરાઇઝ બાય સયાજી, સોમનાથ આ સ્થળે હોસ્પિટાલિટીનો એક આધુનિક વિકલ્પ ઉમેરે છે, જ્યારે આરામદાયક રોકાણ ઇચ્છુકો અને મહત્વપૂર્ણ સામાજિક અને કોર્પોરેટ પ્રસંગો બંને માટે પણ એક શ્રેષ્ઠ સ્થળની ગરજ સારે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)