સ્વતંત્ર માઇક્રોફિને IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

 અમદાવાદ,17 ઓગસ્ટ: અનન્યા બિરલાનાં નેતૃત્વમાં સર્વસમાવેશકતા-કેન્દ્રીત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સ્વતંત્ર માઇક્રોફિન લિમિટેડે IPO માટે સેબીમાં એનું DRHP ફાઇલ કર્યું છે. આ કંપની પરિવારોને આર્થિક રીતે સ્વતંત્ર કે પગભર કરે છે તથા ભારતીય અર્થતંત્રમાં પાયાનાં સ્તરે ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવે છે. IPOમાં ₹1,500 કરોડના નવા ઇશ્યૂ અને ₹1,500 કરોડની ઓફર ફોર સેલ શામેલ છે, જેથી ઇશ્યૂની કુલ સાઇઝ ₹3,000 કરોડ થાય છે.

આ ઇશ્યૂમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કંપનીના ટિઅર 1 મૂડીગત આધારને વધારવા માટે થશે, જેથી એની ભવિષ્યની મૂડીગત જરૂરિયાતો પૂર્ણ કરી શકાશે. તેમાં એના વ્યવસાય અને એસેટની વૃદ્ધિ અને વિસ્તરણથી આગળ જતાં લોન આપવાની કામગીરી પણ શામેલ છે.

સ્વતંત્ર માઇક્રોફિન લિમિટેડ વ્યક્તિઓ અને નાનાં ઉદ્યોગસાહસિકોને ધિરાણ આપીને નાણાકીય સર્વસમાવેશકતા માટે સક્ષમ બનાવે છે, જેથી તમામ સમુદાયોને આજીવિકા વધારવામાં અને આર્થિક ભાગીદારીને ટેકો આપવામાં મદદ મળે છે. એના પોર્ટફોલિયોમાં મુખ્યત્વે માઇક્રોફાઇનાન્સ લોન શામેલ છે. સાથે સાથે, એની પેટાકંપની સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ મારફતે ઓફર થતી પ્રોપર્ટી સામે લોન સહિત વાજબી કિંમત ધરાવતા મકાનો માટે લોન જેવી સીક્યોર્ડ લોન ઉત્પાદનો શામેલ છે.

સ્વતંત્ર માઇક્રોફિન લિમિટેડનું નેતૃત્વ ચેરપર્સન, અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનન્ય બિરલા કરે છે, જેઓ આદિત્ય બિરલા ગ્રૂપના વારસાની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2011માં પ્રસ્તુત કરેલાં NBFC-MFI લાઇસન્સને પ્રાપ્ત કરનારી પ્રથમ સંસ્થા આ કંપની હતી.

સ્વતંત્ર માઇક્રોફિન લિમિટેડ 31 માર્ચ, 2026, 2025 અને 2024ના રોજ માઇક્રોફાઇનાન્સ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (“AUM – MFI”)ની દ્ર,ટિએ બીજી સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની – માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (“NBFC-MFI”) છે. સ્વતંત્ર માઇક્રોફિન છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી NBFC-MFI હતી, જેની AUM – MFI 31 માર્ચ, 2024ના રોજ ₹ 144,378.72 મિલિયનથી 20.87 ટકાના CAGR પર વધીને 31 માર્ચ, 2026ના રોજ ₹ 210,932.22 થઈ હતી. ભારતમાં કુલ AUM – MFIનો હિસ્સો 31 માર્ચ, 2024ના રોજ 3.26 ટકા હતો, જે વધીને 31 માર્ચ, 2026ના રોજ 6.37 ટકા થયો હતો, જે તમામ આર્થિક ચક્રોમાં કંપનીની ઊંચી વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. 31 માર્ચ, 2026 સુધી સ્વતંત્ર માઇક્રોફિન બિહાર અને ઉત્તરપ્રદેશમાં AUM – MFI પર આધારિત સૌથી મોટી NBFC-MFI પણ છે.

કંપનીની માઇક્રોફાઇનાન્સ રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજીનો મુખ્ય આધારસ્તંભ તમામ વિસ્તારોમાં એનું ડાઇવર્સિફિકેશન છે. ઉદાહરણ તરીકે, 31 માર્ચ, 2026, 2025 અને 2024ના રોજ કંપનીની AUM – MFIમાં કોઈ પણ જિલ્લો અનુક્રમે 2.74 ટકા, 2.60 ટકા અને 2.35 ટકાથી વધારે પ્રદાન ધરાવતો નહોતો, તો એ જ તારીખો પર એક પણ રાજ્ય કંપનીની AUM – MFIમાં અનુક્રમે 23.02 ટકા, 21.66 ટકા અને 20.72 ટકા હિસ્સો ધરાવતું નહોતું. સ્વતંત્ર માઇક્રોફિન લિમિટેડ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2025-26માં MFI હરિફો વચ્ચે અનુક્રમે 2.24 ટકા અને 1.19 ટકાનો સૌથી નીચો ગ્રોસ સ્ટેજ 3 રેશિયો ધરાવતી હતી. એની કામગીરીને ભૌગોલિક વિવિધતા, શિસ્તબદ્ધ અંડરરાઇટિંગ, ઋણધારક-કેન્દ્રીત પ્રોડક્ટ ઓફર અને કલેક્શનની વ્યવસ્થાનું પીઠબળ પ્રાપ્ત છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)