Avtar Steel Limitedએ DRHPફાઇલ કર્યું

 અમદાવાદ,17 ઓગસ્ટ: અવતાર સ્ટીલ લિમિટેડે ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 585 કરોડ એકત્ર કરવા તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર દ્વારા પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના 5,000,000 ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ (OFS) માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કંપની સ્ટેઇનલેસ-સ્ટીલ લોંગ અને સ્પેશિયલ ગ્રેડની વાયર પ્રોડક્ટ્સના ઉત્પાદક છે, જે તેના ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

કંપની ઘરેલુ માર્કેટ્સમાં સ્ટેઇનલેસ-સ્ટીલ લોંગ અને વાયર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને ડેવલપમેન્ટમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. અવતાર સ્ટીલે વર્ષ 2010થી આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં પણ તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છએ. કંપની સ્ટેઇનલેસ-સ્ટીલ લોંગ અને વાયર પ્રોડક્ટ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે, જેનો ઉપયોગ ઓટોમોબાઇલ, ઓઇલ અને ગેસ, સંરક્ષણ, એરોસ્પેસ, વોટર સોલ્યુશન્સ, એનર્જી, શિપિંગ, ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શન, કેમિકલ, ફૂડ અને ડેરી ઇન્ડસ્ટ્રી વગેરેમાં થાય છે. તેના ગ્રાહકોમાં બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગુડલક ઇન્ડિયા લિમિટેડ, સ્ટેલારિસ સ્પેશિયાલિટીઝ ઇન્ડિયા લિમિટેડ, વિવિધ વાયર્સ લિમિટેડ, આઇવી ક્રિએશન યુકે લિમિટેડ, ગુડલક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ તથા વિક્ટુરા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીએ 422 ગ્રાહકોને સેવા આપી હતી, જેમાંથી 265 રિપિટ ગ્રાહકો હતાં, જે તેના કુલ વિશિષ્ટ ગ્રાહકોમાં 62.80 ટકા છે.

કંપની પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ નીચે મૂજબના હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છેઃ (1) સ્પેશિયાલિટી સ્ટીલ મેલ્ટિંગ ડિવિઝન, સ્પેશિયલ સ્ટીલ (એલોય સ્ટીલ, કાર્બન સ્ટીલ, વાલ્વ સ્ટીલ)ના ઉત્પાદન, સ્ટેઇનલેસ-સ્ટીલ બ્લોક અને બ્લુમના ઉત્પાદન માટે પ્લાન્ટના બાંધકામ માટે મૂડી ખર્ચ કરવા, (2) કંપની દ્વારા લેવાયેલા કેટલાંક ઋણના સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી માટે, (3) કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ અને ઇલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)