- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- શેર બજાર
આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝનો IPO 5 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 50-53
| IPO ખૂલશે | 5 ઓગસ્ટ |
| IPO બંધ થશે | 7 ઓગસ્ટ |
| એન્કર બુક ઓફર | 4 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ.2 |
| પ્રાઇસબેન્જ | રૂ.50-53 |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| લોટ સાઇઝ | 281 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | 8,03,52,358 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 426 કરોડ |
અમદાવાદ, 30 જુલાઈ: આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 50- 53ની પ્રાઇસહબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 5 ઓગસ્ટના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગ તારીખ, બિડીંગ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે 4 ઓગસ્ટ રહેશે. જ્યારે બિડીંગ/ઓફર બંધ થવાની તારીખ 7 ઓગસ્ટ રહેશે. રોકાણકારો ઓછામાં ઓછા 281 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 281 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે.
આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) તેમજ અમુક પ્રમોટર વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ 1,99,75,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સંદીપ અગ્રવાલ દ્વારા રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેર અને નિકુંજ અગ્રવાલ દ્વારા રૂ. 2 ની ફેસ વેલ્યૂ ધરાવતા 99,87,500 સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે. ઓફરનો ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.
લિસ્ટિંગઃ કંપનીના ઇક્વિટી શેર્સને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
બુક રનિંગ લીડ મેનેજર્સઃ પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓફરના રજિસ્ટ્રારઃ કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
1993માં સ્થપાયેલી, આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક અગ્રણી ભારતીય કંપની છે, જેનો મુખ્ય વ્યવસાય ઉર્જા સંગ્રહ ઉત્પાદનો અને નોન-ફેરસ સ્ક્રેપના ટકાઉ પુનઃપ્રાપ્તિ અને રિસાયક્લિંગ પર છે. તેની ઉત્પાદન શ્રેણીમાં ઉચ્ચ શુદ્ધતાવાળા સીસા અને વિશિષ્ટ સીસાના એલોય જેમ કે લીડ કેલ્શિયમ, લીડ એન્ટિમોની, લીડ ટીન, લીડ સિલ્વર અને લીડ કેડમિયમ એલોયનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોનો ઉપયોગ ઊર્જા સંગ્રહ, ઈ-મોબિલિટી, ઓટોમોટિવ અને રસાયણો સહિત મુખ્ય ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે.

31 માર્ચ, 2026 સુધીમાં, આર્ડી ઇન્ડસ્ટ્રીઝે બેટરી અને ધાતુ ઉદ્યોગોમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 60 થી વધુ ગ્રાહકોને સેવા આપી છે. કંપનીએ તેના ઉત્પાદનો સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, સંયુક્ત આરબ અમીરાત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સહિત સાત દેશોમાં નિકાસ કર્યા છે.
કંપની આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં આશરે 7.61એકરમાં ફેલાયેલી ઉત્પાદન સુવિધા ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જેની સ્થાપિત ક્ષમતા 104025 MTPA છે. આ સુવિધા અદ્યતન લીડ રિસાયક્લિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જેમાં રોટરી ફર્નેસ, રિફાઇનિંગ કેટલ, કાસ્ટિંગ સિસ્ટમ્સ અને વ્યાપક પ્રદૂષણ નિયંત્રણ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તે ગુણવત્તા વ્યવસ્થાપન માટે ISO 9001:2015, પર્યાવરણીય વ્યવસ્થાપન માટે ISO 14001:2015 અને વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી માટે ISO 45001:2018 હેઠળ પ્રમાણિત છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
| સમયગાળો | 31 Mar 2026 | 31 Mar 2025 | 31 Mar 2024 |
| એસેટ્સ | 363.33 | 262.06 | 196.12 |
| કુલ આવકે | 1,168.88 | 743.53 | 463.39 |
| કર બાદ નફો | 84.68 | 33.27 | 8.95 |
| EBITDA | 147.08 | 65.93 | 28.06 |
| નેટવર્થ | 147.38 | 62.60 | 29.25 |
| અનામતો અને પુરાંત | 96.42 | 59.42 | 26.06 |
| કુલ દેવું | 182.75 | 165.77 | 142.36 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
