બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ
મુંબઈ, 25 નવેમ્બર 2026 : ભારતની સંભવિત ગ્રોથ સ્ટોરી પરિવારો માટે લાંબા ગાળામાં સંપત્તિ સર્જનની તકોનું સર્જન કરી રહી છે. આ જરૂરિયાતને પૂરી કરતાં બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે આજે બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ બન્નેમાં રોકાણ કરે છે. આ ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 25મી નવેમ્બર 2026ના રોજ ખુલશે અને 8મી ડિસેમ્બર 2026ના રોજ બંધ થશે. આ સ્કીમનો ઉદ્દેશ ઈક્વિટીની લાંબા ગાળાની મૂડીગત વૃદ્ધિની શક્યતાને ફિક્સ્ડ ઈનકમની સર્જન ક્ષમતા સાથે જોડવાનું છે, જેથી રોકાણકારોને એક જ ઈન્વેસ્ટમેન્ટ મારફતે પ્રોફેશનલી સંચાલિત અને ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયોની ઓફર કરી શકાય.
એક જ પોર્ટફોલિયોમાં ગ્રોથ અને બેલેન્સ રજૂ કરવું
આ ફંડ તેની નેટ એસેટ્સના 40-60 ટકા હિસ્સો ઈક્વિટી અને ઈક્વિટી સાથે સંકળાયેલ ઈન્સ્ટ્રુમેન્ટમાં અને 40-60 ટકા હિસ્સો ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે. બજારની સ્થિતિ અને ફંડ મેનેજરો દ્વારા જોખમ તથા રિટર્નને લગતી તકોના આંકલનના આધારે આ મર્યાદામાં રોકાણ સંબંધિત એલોકેશનને સક્રિયપણે કરશે.
શ્રી મધુ નાયર ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ જણાવ્યું હતું કે, “ભારતના વિકાસની ઝડપ પરિવારોને લાંબા સમય ગાળામાં સંભવિત સંપત્તિનું સર્જન કરવાની વધુ સારી તકની ઓફર કરે છે.તેમ છતાં સફળતાપૂર્વક રોકાણ કરતાં રહેવું તેનો અર્થ ફક્ત બજારમાં સહભાગી થવું તે નથી પણ તેમાં બજારના વિવિધ ઉતાર-ચઢાવના તબક્કામાં રોકાણને જાળવી રાખવાની શિસ્તતા પણ ખૂબ જરૂરી છે.
“એક રોકાણકારના પોર્ટફોલિયોમાં ઈક્વિટી અને ડેટ અલગ-અલગ છે, પણ એકબીજાના પૂરક ઉદ્દેશોને પૂરા પણ કરે છે. બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ આ બન્નેને પ્રોફેશનલ રીતે સંચાલિત સોલ્યુશનને એક સાથે લાવે છે. અમારો ઉદ્દેશ પરિવારો માટે રોકાણને સરળ બનાવવાનો છે. આ માટે અમે એવી પ્રોડક્ટ રજૂ કરી છીએ કે જેનો એક સ્પષ્ટ ઉદ્દેશ હોય છે, તેમાં રોકાણના એક અનુશાસિત પદ્ધતિ અપનાવવામાં આવે છે, અને જે રોકાણકારોને તેમના લાંબા ગાળાના લક્ષ્યાંકો પર કેન્દ્રીત રહેવામાં મદદ કરે છે.”
ફ્લેક્સિબલ, રિસર્ચ આધારિત રોકાણ અભિગમ
ઈક્વિટી પોર્ટફોલિયોમં વિવિધ માર્કેટ કેપિટલાઈઝેશન અને સેક્ટરોમાં રોકાણ કરવામાં આવશે. તેમાં કોઈ એક ચોક્કસ ઈન્વેસ્ટમેન્ટ સ્ટાઈલ પર ભાર આપવાને બદલે મિશ્રિત ઈન્વેસ્ટમેન્ટ સ્ટાઈલ અપનાવવામાં આવશે. શેરની પસંદગી બોટમ-અપ રિસર્ચના આધારે હશે, જ્યારે પોર્ટફોલિયોની સ્થિતિ બજાર પરિસ્થિતિ, બિઝનેસ સાઈકલ તથા સ્કીમ સાથે સંકલાયેલ જોખમ અને ફાળવણીના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવશે.
ફિક્સ્ડ ઈનકમ વ્યૂહરચના અંગે શ્રી પ્રશાંત પિમ્પલે સીઆઈઓ- સ્કીમના ફિક્સ્ડ ઈનકમ અને ફંડ મેનેજરે જણાવ્યું હતું કે,” “આવક વધારવા અને સમગ્ર પોર્ટફોલિયોને લગતા જોખમ ઓછા કરવામાં મદદ કરવા માટે સ્થિર ઈનકમ પોર્ટફોલિયોમાં મહત્વની ભૂમિકા ભજવશે. અમે વ્યાજ દરની દ્રષ્ટિકોણના મૂલ્યાંકનના આધાર પર આશરે પાંચ વર્ષના સમયમાં રોકાણ સંબંધિત સમયગાળાનું ડાયનામિક રીતે સંચાલન કરશું. અમારું ધ્યાન ક્રેડિટ ક્વૉલિટી પર રહેશે, જેથી મુખ્યત્વે સરકારી, AAA-રેટેડ અને A1+-રેટેડ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે પસંદગીના નોન-AAA રોકાણનો સમાવેશ થશે. ઈશ્યુઅર્, મેચ્યોરિટીઝ તથા એસેટ ટાઈપમાં ડાઈવર્સિફિકેશન લાવવા કોન્સેનટ્રેશન રિસ્કને મેનેજ કરવા માટે કેન્દ્રીત હશે.”
