અમદાવાદઃ બેન્ક ઓફ જાપાને તેનો રેટ -0.1% જાળવી રાખવાની જાહેરાત કરી છે. જે વર્લ્ડ માર્કેટ્સ માટે પોઝિટિવ ગણાવાય છે. SGX NIFTY પણ 52 પોઇન્ટ પોઝિટિવ રહેવા સાથે 18128 પોઇન્ટ આસપાસ રહ્યો છે. સ્થાનિક બજારોમા પણ એવી ધારણા સેવાય છે કે, આરબીઆઇ પણ રેટ જાળવી રાખી શકે છે. મંગળવારે નિફ્ટી-50 ફ્લેટ શરૂઆત પછી 18000 પોઇન્ટનું લેવલ ક્રોસ કરી 158 પોઇન્ટના ગેઇન સાથે 18053 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં માર્કેટ અંડરટોન અને સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો હાયર ટોપ હાયર બોટમ પેટર્ન રચાઇ છે. જેમાં ઇન્ડેક્સ તેની શોર્ટટર્મ એવરેજીસમાંથી બ્રેકઆઉટનો સંકેત આપી રહ્યો છે. નીચામાં 17774 પોઇન્ટની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાને અવકાશ રહેલો છે. તે ધ્યાનમાં રાખવા સાથે ટેબલમાં આપેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સને પણ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

NIFTY18053BANK NIFTY42235IN FOCUS
S117936S141936VOLTAS (B)
S217819S241637BERGERPAINT (B)
R118121R142459MARUTI (B)
R218189R242683INDIGO (S)

BANK NIFTY OUTLOOK: SUPPRT 41936- 41637, RESISTANCE 42459- 42683

મંગળવારે બેન્ક નિફ્ટીએ 68 પોઇન્ટના સાધારણ સુધારા સાથે 42241 પોઇન્ટનું બંધ નોંધાવ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ ફ્લેટથી નેગેટિવ રહી છે. ટેકનિકલી બેન્ક નિફ્ટીએ શોર્ટટર્મ ટાઇમલાઇન ચાર્ટ ઉપર બુલિશ ક્રોસઓવર દર્શાવવા સાથે 42950- 43400- 43650 પોઇન્ટ સુધી સુધારાના સંકેતો આપ્યા છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ ટેબલ મુજબ ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

BERGEPAINT (PREVIOUS CLOSE: 568) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs567- 563 for the target of Rs582 with a strict stop loss of Rs559.

MARUTI (PREVIOUS CLOSE: 8,479) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs8,420- 8,370 for the target of Rs8,620 with a strict stop loss of Rs8,315.

INDIGO (PREVIOUS CLOSE: 2,080) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs2,110- 2,125 for the target of Rs2,045 with a strict stop loss of Rs2,145. 

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)