અમદાવાદ, 22 માર્ચઃ ભારતીય શેરબજારો બે દિવસથી રાહત રેલી દર્શાવી રહ્યા છે. તેના કારણે સેન્સેક્સે બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવવાની સાથે સાથે 58000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીનો પ્રથમ પડાવ પણ ક્રોસ કર્યો છે. મંગળવારે સેન્સેક્સ 139.91 પોઇન્ટના સુધારા સાથે 58214 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 44.40 પોઇન્ટના સુધારા સાથે 17100ની સાયકોલોજિકલ કમ ટેકનિકલ રેઝિસ્ટન્સ ક્રોસ કરી 17151.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ બે દિવસમાં 586 પોઇન્ટ સુધર્યો

DateOpenHighLowClose
20/03/202357,773.5557,829.2357,084.9157,628.95
21/03/202357,963.2758,133.3357,730.0958,074.68
22/03/202358,245.2658,418.7858,063.5058,214.59

(SOURCE: BSE INDIA)

હેલ્થકેરને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં અડધા ટકાથી ઓછી વધઘટ

બીએસઇ ખાતે તમામ સેક્ટોરલ્સ પૈકી હેલ્થકેર ઇન્ડેક્સ 0.82 ટકા સુધર્યો હતો. જ્યારે બાકીના તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં અડધા ટકા કરતાં પણ નીચ વોલોટિલેટી રહી હતી. સ્મોલકેપ અને મિડકેપમાં પણ નજીવો સુધારો નોંધાયો હતો.

અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા નીતિગત પગલાંઓની મંગળવારે સાંજ સુધીમાં જાહેરાત થવાની સંભાવના સાથે શેરબજારમાં સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે સતત બીજા દિવસે સુધરીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 139.91 પોઈન્ટ સુધરી 58214.59, જ્યારે નિફ્ટી 44.40 પોઈન્ટના સુધારા સાથે 17151.90 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ સવારે સુધારા સાથે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 344.10 પોઈન્ટ ઉછળી ઈન્ટ્રા ડે 58418.78ની સપાટી નોંધાવ્યા બાદ સતત ફ્લેટ ટ્રેડ થયો હતો.

ગઇકાલના માર્કેટ રિપોર્ટમાં સંકેત આપ્યો હતો કે…

માર્કેટબ્રેડ્થ રહી પોઝિટિવ, સેન્ટિમેન્ટ સુધર્યું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301811
બીએસઇ363119841523

(SOURCE: BSE INDIA)

અદાણી જૂથના શેર્સમાં વાગી ફરી તેજીની ઘંટડી

અદાણી ગ્રૂપના શેર્સ પૈકી  અદાણી પોર્ટ્સ આજે 1.33 ટકા તૂટ્યો હતો. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 0.78 ટકાનો સાધારણ ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી.

કંપનીછેલ્લોતફાવત
ADANI GREEN ENERGY935.705.00%
ADANI TOTAL GAS936.504.99%
ADANI TRANSMISSION1,034.902.82%
ADANI POWER203.101.65%
NDTV200.501.01%
ACC1,735.200.70%
AMBUJA CEMENT373.300.65%
ADANI WILMAR418.800.00%
ADANI ENTERPRISES1,810.00-0.78%
ADANI PORTS & SEZ655.90-1.33%

(SOURCE: BSE INDIA)

આજે સવારે પણ ધ્યાન દોર્યું હતું કે…….

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)