ALEMAI ‘એલ્યુમિનિયમ ભારત 2026’ ગાંધીનગર ખાતે યોજવા સજ્જ
ગાંધીનગર, ગુજરાત, 24 સપ્ટેમ્બર 2026: ‘ધ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (ALEMAI) દ્વારા દેશના સમગ્ર એલ્યુમિનિયમ ક્ષેત્રને એક જ મંચ પર લાવવાના હેતુથી રાષ્ટ્રીય કક્ષાના ‘એલ્યુમિનિયમ ભારત-2026’ (ALUMINIUM BHARAT-2026) નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 26 થી 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન 30,000 ચોરસ મીટરથી વધુના વિશાળ વિસ્તારમાં આ પ્રદર્શન યોજાશે. આ ઇવેન્ટ ‘એલ્યુમેક્સ ઇન્ડિયા 2026’ (ALUMEX INDIA 2026) ની સાથે સહ-આયોજિત કરવામાં આવી રહી છે.

ચાર દિવસીય આ વિશાળ પ્રદર્શનમાં એક્સટ્રુઝન અને રોલિંગ શીટ્સના ઉત્પાદકો, રિસાયકલર્સ, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, ખરીદદારો અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો એકત્ર થશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગના વિવિધ વ્યાવસાયિકો, ખરીદદારો, ટેકનોલોજી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય હિતધારકોની ઉપસ્થિતિની અપેક્ષા છે. આ પ્લેટફોર્મ B2B બેઠકો, તકનીકી સત્રો અને વ્યાપારી સંવાદો દ્વારા નવી તકો, ટેક્નોલોજી ભાગીદારી અને વેલ્યુ એડિશનના માર્ગો મોકળા કરશે.
આ આયોજન અંગે માહિતી આપતા ALEMAIના પ્રમુખ જિતેન્દ્ર ચોપરાએ જણાવ્યું હતું કે, “ભારતે એલ્યુમિનિયમ ક્ષેત્રે મજબૂત ક્ષમતાઓ વિકસાવી લીધી છે. હવે પછીનો મહત્વનો તબક્કો વેલ્યુ ચેઇનના વિવિધ વિભાગો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. ‘એલ્યુમિનિયમ ભારત-2026’ નો મુખ્ય હેતુ તમામ હિતધારકોને એકસાથે લાવવાનો, ટેક્નોલોજી અને નોલેજ એક્સચેન્જને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી વ્યાપારી તકો ઊભી કરવાનો છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
