અમદાવાદ, ૨ જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિ. (AEL)એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના ત્રીજા પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. આ ઇસ્યુ 6 જાન્યુઆરીએ ખુલશે અને તા.19 જાન્યુઆરીના બંધ થશે. જેની વાર્ષિક ઉપજ8.90% સુધી હશે. આ એનસીડી 24મહિના, 36 મહિના અને 60મહિનાના સમયગાળા માટે ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણી વિકલ્પો છે.

ICRA લિ. અને CARE રેટિંગ્સ લિ. દ્વારા AA  અને ‘સ્થિર’ આઉટલુક રેટિંગ ધરાવતા પ્રસ્તુત આ NCD સમાન રેટિંગ ધરાવતા NCD અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં સ્પર્ધાત્મક ઉપજ આપે છે. વહેલા તે પહેલાના ધોરણે ફાળવવામાં આવનાર રુ.1000 કરોડના આ ઇશ્યૂમાં રુ.500 કરોડનો બેઝ ઇશ્યૂ અને ₹500 કરોડ સુધીનો ગ્રીન શૂ વિકલ્પ શામેલ છે. આ ઇ્સ્યુ BSE અને NSE પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.

ગયા વર્ષે જુલાઈમાં  AELનો રુ.1000 કરોડનો બીજો NCD ઇશ્યૂ પહેલા દિવસે માત્ર 3 કલાકમાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. છૂટક રોકાણકારો માટે લિસ્ટેડ ડેટ પ્રોડક્ટ (NBFCs સિવાય) ઓફર કરતી AEL એકમાત્ર ખાનગી કોર્પોરેટ છે. તાજેતરના વ્યાજ દરમાં ઘટાડા અને નરમ વ્યાજ દર ચક્રના સંદર્ભમાં સ્થિર નિશ્ચિત-આવકના માર્ગો શોધતા રોકાણકારો માટે AELનો NCD ઇશ્યૂ યોગ્ય સમયે આવ્યો છે. પ્રત્યેક NCDની મૂળ કિંમત રુ.1000 છે. દરેક અરજી ઓછામાં ઓછી 10 NCD માટે અને ત્યારબાદ 1 એનસીડીના ગુણાંકમાં અને ઓછામાં ઓછી અરજી રુ.૧0,000ની કરવાની રહેશે.

ઇશ્યુની રકમના ઓછામાં ઓછા 75%નો ઉપયોગ કંપની દ્વારા મેળવેલા ઋણની પૂર્વ ચુકવણી કે ચુકવણી અથવા સંપૂર્ણ કે આંશિક ચુકવણી માટે અને/અથવા આવા દેવા પરના કોઈપણ વ્યાજ અને બાકીની રકમ (મહત્તમ 25% સુધી) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

ગૂગલ અને અદાણીકોનેક્સે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. ઉપરાંત ઉત્તરાખંડમાં સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચેનો રોપવે અને બિહારમાં બે પ્રકલ્પ મુંગેર (સફિયાબાદ) થી સુલતાનગંજ રોડ અને સુલતાનગંજ રોડથી સબૌર રોડને હાઇબ્રિડ એન્યુઇટી મોડ મોડેલ હેઠળ જોડવાનો ત્રણ નવા પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ લેટર પ્રાપ્ત થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)