અમદાવાદઃ અમદાવાદ ખાતે હાજરમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ વધુ રૂ. 500ના ઉછાળા સાથે રૂ. 58500ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. બીજી તરફ ચાંદીમાં તેજીએ વિરામ લીધો છે. ચાંદીના ભાવ સ્થાનિકમાં કિલોદીઠ રૂ. 71100ની ટોચેથી ઘટી 68000-69000ના લેવલે અથડાઈ રહ્યા છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે ચાંદી કિલોદીઠ રૂ. 500 વધી 69000 થઈ હતી. અમેરિકી ફુગાવાના આંકડામાં સુધારાના પગલે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમો વધારો થવાના આશાવાદ સાથે બુલિયન માર્કેટ બુમ-બુમ થઈ રહ્યું છે. જો મોટાપાયે વ્યાજબદલા થાય તો ચાંદીમાં માર્ચ વાયદામાં મોટી ડિલિવરી જોવા મળી શકે છે. ઉદ્યોગોમાં ચાંદીની માગ નીકળતાં આગામી સમય અને સેન્ટિમેન્ટના આધારે ભાવમાં વધારો થઈ શકે છે. વૈશ્વિક સ્તરે સોનું ઔંશદીઠ 1929 ડોલરની નવ માસની ટોચે પહોંચ્યા બાદ હાલ 1918.66 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.  સોનામાં હજી 1900-1920ના સપોર્ટ લેવલ સાથે ખરીદી કરી શકાય. જ્યારે તેનું રેઝિસ્ટન્સ લેવલ 1970 ડોલર છે. કોમોડિટી નિષ્ણાત અનુસાર, કોમેક્સ સોનુ 55850ની સપાટી વટાવી છે. સીપીઆઈના મજબૂત આંકડાઓ સોનાને સપોર્ટ આપી રહ્યા છે. નીચા ફુગાવાના આંકડાઓ વેપારીઓને સોના-ચાંદીમાં ખરીદી વધારવા આકર્ષી રહ્યા છે. કોમેક્સ સોનામાં 55000નો સપોર્ટ લેવલ જોઈ શકાય.