Auto, Banking, Realty શેરોમાં તેજી સાર્વત્રિક તેજીનો માહોલ

અમદાવાદ, 8 મેઃ આકર્ષક ત્રિમાસિક/ વાર્ષિક પરીણામો વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ તેમજ ઘરઆંગણે વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ એચએનઆઇ વર્ગની આક્રમક લેવાલી અને અમેરિકાના મજબૂત જીડીપી આંકડાઓ તેમજ નાણાકીય બાબતોમાં રિકવરીના પગલે શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજીની રહી છે. સેન્સેક્સ 700+ના ઉછાળા સાથે ઇન્ટ્રા-ડે 61820 પોઇન્ટની સપાટીએ આંબી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 18250નુ રેઝિસ્ટન્સ લેવલ વટાવી ચૂક્યો છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 13 સેક્ટોરલ ઈન્ડાઇસીસ પૈકી 11 ઇન્ડાઇસિસમાં સુધારો જોવા મળ્યો છે. જેમાં રિયાલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ 2.81 ટકા વધ્યો છે. ઓટો, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ 1.50 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહના અંતે એચડીએફસી અને એચડીએફસી બેન્કના મર્જરમાં વિદેશી ફંડ્સ ફ્લોની ચિંતાના લીધે ફાઈનાન્સિયલ ઈન્ડેક્સ 2.34 ટકા ઘટ્યો હતો. જે આજે રિકવર થઈ 1.51 ટકા સુધર્યો છે. બીએસઈ સેન્સેક્સ પેકમાં ઈન્ડઈન્ડ બેન્ક (IndusInd Bank Ltd) 5 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો છે. શુક્રવારે તેના ચીફ રિસ્ક ઓફિસરે રાજીનામુ આપતાં 5 ટકા તૂટ્યો હતો. જો કે, બ્રોકરેજ ફર્મ જેફરિઝે તેનું રેટિંગ બાય આપતાં રાજીનામાની અસર શેર પર ન થવાનો અહેવાલ આપતાં શેર વધ્યો હતો.

અમેરિકી જોબ ડેટમાં સુધારોઃ અમેરિકાના એપ્રિલ માટેના જોબ ડેટા પોઝિટીવ રહેતાં વૈશ્વિક પડકારોમાં સુધારો જોવા મળ્યો છે. જીડીપી આંકડાઓ પણ મજબૂત જણાતાં વૈશ્વિક બજારોમાં સુધારો માહોલ નોંધાયો હતો. જેની અસર ભારતીય શેરબજારો પર થઈ છે. સેન્સેક્સ પેકની 10 સ્ક્રીપ્સમાં 1.5 ટકાથી લઇને 4.7 ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. સામે નેસ્લે, સન ફાર્મા, લાર્સન અ ભારતી એરટેલમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી.