કોલકાતા, 10 ફેબ્રુઆરી: બંધન બેન્કે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બેન્કનો કુલ બિઝનેસ 17% વધી રૂ. 2.33 લાખ કરોડ થયો છે. કુલ ડિપોઝિટમાં બેન્કનો રિટેલ હિસ્સો વધી 71% થયો છે. નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન બેન્કની ડિપોઝીટ બુક ગતવર્ષની તુલનાએ 15 ટકા વધી છે. કુલ ડિપોઝીટ બુક 1.17 લાખ કરોડ, જ્યારે કુલ એડવાન્સિસ રૂ. 1.16 લાખ કરોડ નોંધાયુ છે. બેન્કનો કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ (CASA) રેશિયો કુલ ડિપોઝીટ બુકના મજબૂત 36.1 ટકા રહ્યો છે. મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR) 19.8 ટકા સાથે બેન્કની સ્થિરતા દર્શાવે છે. જે રેગ્યુલેટરી જરૂરિયાત કરતાં વધુ છે.

બેન્કના એમડી અને સીઈઓ ચંદ્રશેખર ઘોષે પરિણામો અંગે જણાવ્યું હતું કે, બેન્કના પોર્ટફોલિયોમાં એસએમઈ લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન અને ઓટો લોન સહિત અન્ય પ્રોડક્ટ રેન્જ જેવા વર્ટિકલ્સ સતત ગ્રોથ કરતાં રહેશે. બેન્કે હાલમાં કોમર્શિયલ વ્હિકલ લેન્ડિંગ અને બિઝનેસ માટે પ્રોપર્ટી સામે લોન આપવાની શરૂઆત કરી છે. જેની મદદથી બેન્ક આગામી ત્રિમાસકોમાં પણ મજબૂત ગ્રોથ હાંસિલ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)