એનએફઓ 07 ફેબ્રુઆરીએ ખૂલ્યોએનએફઓ 21 ફેબ્રુઆરીએ બંધ થશે

મુંબઈ, 10 ફેબ્રુઆરીઃ બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ત્રણેય એસેટ ક્લાસ (ઇક્વિટી, ગોલ્ડ અને ડેટ)માં રોકાણ કરવા ઈચ્છતા નવી ફંડ ઓફર બેંક ઓફ ઈન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડના લોન્ચની જાહેરાત કરી છે. મલ્ટી એસેટ એલોકેશન સ્ટ્રેટેજીમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ 35% થી 40%,ડેટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ 45% થી 55%,ગોલ્ડ ઈટીએફ10% થી 15% અને આરઈઆઈટી અને આઈએનવીઆઈટી દ્વારા જારી કરાયેલ એકમો 0% થી 10%નો સમાવેશ થાય છે. સ્કીમ માટેનો એનએફઓ 07 ફેબ્રુઆરી, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો છે અને 21 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. સ્કીમનો રોકાણનો હેતુ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા ગોલ્ડ ઈટીએફમાં મુખ્યત્વે રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ મેળવવાનો છે.

એએમસીએ એસેટ એલોકેશન અને નિયમો આધારિત હાઇબ્રિડ પ્રોડક્ટ્સની રચના તથા સંચાલનમાં સક્ષમતા દર્શાવી છે. રોકાણકારોને લાંબા ગાળાના મૂડી લાભ પર ઇન્ડેક્સેશનનો લાભ પણ મળે છે (હાલના કરવેરા નિયમનો મુજબ ત્રણ વર્ષના સમયગાળા માટે યોગ્ય હોલ્ડિંગ બાદ).

ફંડ લિસ્ટેડ આરઈઆઈટી અને આઈએનવીઆઈટીમાં 10% સુધીનું રોકાણ પણ કરી શકે છે. ડેટ અને ઇક્વિટી વચ્ચેના નીચા સહસંબંધથી પોર્ટફોલિયો વ્યક્તિગત એસેટ ક્લાસ સાથે સંકળાયેલ ચડઉતરને સંતુલિત કરી શકે છે. સોનાનું એક્સપોઝર પોર્ટફોલિયો ચડઉતરને મેનેજ કરવામાં વધુ મદદ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)