39% પ્રીમિયમ પર બંસલ વાયરનો IPO લિસ્ટેડ
મુંબઇ, 10 જુલાઇઃ બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 10 જુલાઈના રોજ રૂ. 256ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 356ના મથાળે એટલેકે 39 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. બુક-બિલ્ટ આઈપીઓમાં સંપૂર્ણપણે 2.91 કરોડ શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે. બંસલ વાયર આઈપીઓ 3 જુલાઈના રોજ બિડિંગ માટે ખુલ્યો હતો અને 5 જુલાઈએ બંધ થયો હતો. ઈશ્યૂ માટે પ્રાઈસ બેન્ડ રૂ. 243 અને રૂ. 256 પ્રતિ શેર વચ્ચે નક્કી કરવામાં આવી હતી.
બંસલ વાયરની રૂ. 745-કરોડની જાહેર ઓફરને 67 કરોડથી વધુ ઇક્વિટી શેર માટે બિડ મળી હતી, જે 2.14 કરોડ ઇક્વિટી શેરના ઓફર કદને 31.25 ગણા વટાવી ગઈ હતી. SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ડેમ કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ (અગાઉનું IDFC સિક્યોરિટીઝ લિમિટેડ) એ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર તરીકે કામ કર્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)