મુંબઈ, 12 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 35,303 સોદાઓમાં રૂ.3,188.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,915 અને નીચામાં રૂ.58,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 ઘટી રૂ.58,745ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.47,584 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.5,872ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.58,706ના સ્તરે પહોંચ્યો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,69,416 સોદાઓમાં કુલ રૂ.23,778.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,371.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18398.66 કરોડનો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,421ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,498 અને નીચામાં રૂ.71,154 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.124 વધી રૂ.71,241 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.120 વધી રૂ.71,289 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.108 વધી રૂ.71,315 બોલાઈ રહ્યો હતો.

ચાંદીના વાયદામાં સુધારો, બુલડેક્સ વાયદામાં રૂ.8 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 8,040 સોદાઓમાં રૂ.,906.23 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.720ના ભાવે ખૂલી, રૂ.1.50 વધી રૂ.720 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.197.35 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.65 વધી રૂ.197.35 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.182 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.40 ઘટી રૂ.213.90 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી, મેન્થા તેલ, નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 31,335 સોદાઓમાં રૂ.1,266.44 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,165ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,194 અને નીચામાં રૂ.6,146 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.6,166 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.9 વધી રૂ.6,167 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.226ના ભાવે ખૂલી, રૂ.2.10 ઘટી રૂ.222.90 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.2 ઘટી 223.1 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.10.44 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,100 અને નીચામાં રૂ.56,500 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.300 ઘટી રૂ.56,660ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 ઘટી રૂ.888.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.5,372 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.18398 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,839.07 કરોડનાં 3,124.438 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,349.39 કરોડનાં 188.972 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.601.03 કરોડનાં 974,370 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.665.41 કરોડનાં 29,730,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.85.40 કરોડનાં 4,334 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.55.73 કરોડનાં 3,061 ટન તાંબાના વાયદાઓમાં રૂ.515.76 કરોડનાં 7,158 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.249.34 કરોડનાં 11,654 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6 કરોડનાં 1,056 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.44 કરોડનાં 49.68 ટનનાં કામકાજ થયાં હતાં.