ઇશ્યૂ ખૂલશેડિસેમ્બર
ઇશ્યૂ બંધ થશે10 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 1002 – 1065
લોટ સાઇઝ14 શેર્સ
ઇશ્યૂ સાઇઝ6171101 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 655.37 કરોડ
લિસ્ટિંગNSE, BSE

અમદાવાદ, 05 ડિસેમ્બર: કોરોના રેમેડીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 10 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 1002- 1065 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે તા. 8 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 6171101 શેર્સની રૂ. 655.37 કરોડની ઓફર ધરાવતો આઇપીઓ તા. 10 ડિસેમ્બરે બંધ થશે. લોટ સાઇઝ 14 શેર્સની રાખવામાં આવી છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ 5 ડિસેમ્બર ના રોજ છે. કંપનીના શેર્સ NSE અને BSE ખાતે લિસ્ટેડ કરાવવાની કંપની દરખાસ્ત ધરાવે છે. બિડ્સ લઘુતમ 14 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 14 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 54નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:

કોરોના રેમેડીઝ એ ભારત-કેન્દ્રિત બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની છે જે મહિલા હેલ્થકેર, કાર્ડિયો-ડાયાબિટીસ, પેઇન મેનેજમેન્ટ, યુરોલોજી અને અન્ય થેરાપ્યુટિક ક્ષેત્રોમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ઉત્પાદન અને માર્કેટિંગમાં રોકાયેલી છે. 30 જૂન, 2025 સુધીમાં, કંપની પાસે વિવિધ થેરાપ્યુટિક ક્ષેત્રોમાં 71 બ્રાન્ડ્સનો વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો છે.

• મહિલા હેલ્થકેર: કિશોરાવસ્થાથી લઈને વંધ્યત્વ સુધી, ગર્ભાવસ્થા, ગર્ભાવસ્થા પછીનો સમય અને મેનોપોઝ પહેલા અને પછીની કેટેગરીઝ સુધીના મહિલાઓના હેલ્થકેર જીવનચક્રમાં રહેલી બ્રાન્ડ્સ

• કાર્ડિયો-ડાયાબિટો: ઇન્સ્યુલિન રેસિસ્ટન્સથી લઈને, પ્રી-ડાયાબિટીસથી ડાયાબિટીસ અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ, તેમજ હાયપરટેન્શન, ડિસ્લીપીડેમિયા અને ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ જેવા કાર્ડિયાક વિકારોના સંદર્ભે ડાયાબિટીસ સારવારના વિવિધ તબક્કાઓમાં રહેલી બ્રાન્ડ્સ

• પેઇન મેનેજમેન્ટ: પેઇન મેનેજમેન્ટ ફોર્મ્યુલેશનમાં ચાર ડોઝ સ્વરૂપો, જે કંપની મસ્ક્યુલોસ્કેલેટલ સ્પાઝમ્સ અને ડાયાબિટીસ ન્યુરોપથી પેઇન સાથે સંકળાયેલ સારવાર માટે ગોળીઓ, કેપ્સ્યુલ્સ, સ્પ્રે અને ઇન્જેક્શનના સ્વરૂપમાં ઓફર કરે છે.

• યુરોલોજી: બેનિન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા, ઓવરએક્ટિવ બ્લેડર, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને સ્ટોન મેનેજમેન્ટ જેવા વિવિધ યુરોલોજીકલ વિકારો માટે બ્રાન્ડ ઓફરિંગ્સ.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:

31 માર્ચ, 2025 અને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે, કોરોના રેમેડીઝ લિમિટેડની આવકમાં 18% નો વધારો થયો છે અને કર પછીનો નફો (PAT) 65% નો વધારો થયો છે.

Period Ended30 Jun 202531 Mar 202531 Mar 202431 Mar 2023
Assets1,012.38929.86830.58595.02
Total Income348.561,202.351,020.93891.10
PAT46.20149.4390.5084.93
NET Worth607.02606.34480.41408.52
Reserves and Surplus545.86545.18419.25347.36
Amount in ₹ Crore

લીડ મેનેજર્સ: જેએમ ફાઇનાન્શયિલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)