મુંબઈ, 21 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.22,061.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,937.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.17,120.03 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,412ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,510 અને નીચામાં રૂ.62,369ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.7 સુધરી રૂ.62,422ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,800 ખૂલી, ઉપરમાં રૂ.62,844 અને નીચામાં રૂ.62,750 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.11 ઘટી રૂ.62,764ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.55ના ઘટાડા સાથે રૂ.50,160 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4ના ઘટાડા સાથે રૂ.6,107ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.9ના સુધારા સાથે રૂ.62,160ના સ્તરે પહોંચ્યો હતો.

MCX પર સોનાના વાયદામાં સંકડાઈ ગયેલી વધઘટ, ચાંદીમાં સીમિત નરમાઈ

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,155ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,561 અને નીચામાં રૂ.75,155ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.107 ઘટી રૂ.75,379ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.116 ઘટી રૂ.76,400 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.76 ઘટી રૂ.75,333 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.89 ઘટી રૂ.75,320 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.725.45ના ભાવે ખૂલી, રૂ.1.85 ઘટી રૂ.724.10, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.80 ઘટી રૂ.199.95 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.181.50ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.85 ઘટી રૂ.223.55ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.55 ઘટી રૂ.200.25, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.181.45, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.40 ઘટી રૂ.223.70 થયો હતો.

મેન્થા તેલમાં સુધારો, બુલડેક્સ વાયદો 16301ના સ્તરે

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,177ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,224 અને નીચામાં રૂ.6,156ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.5 ઘટી રૂ.6,169 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.4 ઘટી રૂ.6,176 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.203.60ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.1.10 ઘટી રૂ.205.10 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.10 ઘટી રૂ.205 થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,780 અને નીચામાં રૂ.55,700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.160 ઘટી રૂ.55,780ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ  રૂ.0.90 વધી રૂ.914 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.4,937 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.17,120 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.855.71 કરોડનાં 1,370 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.3.95 કરોડનાં 786 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.9.65 કરોડનાં 15,721 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.146.10 કરોડનાં 2,346 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.728.25 કરોડનાં 16,302 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.342.15 કરોડનાં 9,064 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.259.98 કરોડનાં 34,459 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.322.35 કરોડનાં 5,206 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.49.42 કરોડનાં 7,968 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.898.98 કરોડનાં 35,954 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.67.27 કરોડનાં 13,558 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.0.54 કરોડનાં 2 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.22.76 કરોડનાં 687 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)