કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB0.44
NII1.00
Retail2.26
Total1.47

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબનો આઈપીઓ આજે પ્રથમ દિવસે જ ફુલ્લી 1.47 ગણો સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબીએ 44 ટકા બીડ ભર્યા છે, જ્યારે એનઆઈઆઈ 1 ગણો અને રિટેલ 2.25 ગણો ભરાયો છે. જેનરિક ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરર ઈનોવા કેપટેબ રૂ. 426-448ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 570 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. માર્કેટ લોટ 33 શેર્સ માટે લઘુત્તમ રૂ. 14784નું રોકાણ કરવુ પડશે.

ઈનોવા કેપટેબનો આઈપીઓ 26 ડિસેમ્બરે બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 27 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 29 ડિસેમ્બરે થશે. જેના ગ્રે માર્કેટમાં રૂ. 210 પ્રીમિયમ છે. જે લિસ્ટિંગ 47 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપે છે. કંપનીએ ગઈકાલે એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 171 કરોડ એકત્ર કર્યા છે.

મોટાભાગના બ્રોકરેજ હાઉસે આઈપીઓ અપ્લાય કરવા સલાહ આપી છે. જેમાં રિલાયન્સ સિક્યુરિટીઝ, એક્સિસ સિક્યુરિટીઝ, એસબીઆઈ સિક્યુરિટીઝ સામેલ છે. જેનો પીઈ રેશિયો 31 અન્ય લિસ્ટેડ હરીફોની તુલનાએ નીચો તેમજ ફંડામેન્ટલ્સ મજબૂત છે. કંપનીની આવકો અને નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં વધ્યા છે. સાથે કુલ દેવુ પણ 45.03 કરોડ (2020-21)થી વધી સપ્ટેમ્બર-23ના અંતે 441.90 કરોડ થયું છે.

કંપની મજબૂત ઉત્પાદન ક્ષમતા સાથે નવી પ્રોડક્ટનો પોર્ટફોલિયો ધરાવે છે. જેમાં જમ્મુમાં નવો પ્લાન્ટ પણ શરૂ કરવા જઈ રહી છે. જો કે, આઈપીઓ બાદ કંપનીની વિસ્તરણ યોજના તેના ગ્રોથની સંભાવનાઓ દર્શાવે છે.