અમદાવાદ, 20 માર્ચ: ડેરી ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ એ ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝર પ્રોડકટ રજૂ કરી છે. ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝરને તા.16 થી 18 માર્ચ દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાયેલ 49મી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાને કારણે દૂધની વાસ્તવિક ગુણવત્તા અંગે ચોકસાઈથી વિશ્લેષણ થાય છે. પોસાય તેવું આ સાધન ફેટ, એસએનએફ, ઉમેરેલું પાણી, ઘનતા, પ્રોટીન અને લેક્ટોઝની ટકાવારી 30 સેકન્ડ કરતાં ઓછા સમયમાં દર્શાવે છે. એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસના મેનેજીંગ ડિરેક્ટર (MD) અજીત પટેલ જણાવે છે કે ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝર આત્મનિર્ભર ભારત ઝૂંબેશને વેગ આપીને મેક ઈન ઈન્ડિયાની કામગીરીમાં ગતિ લાવશે.

કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રના માછીમારી, પશુપાલન અને ડેરી ક્ષેત્ર વિભાગના મંત્રી પરશોત્તમ રૂપાલા, ગુજરાતનાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસના સ્ટોલની મુલાકાત દરમ્યાન ફેટસ્કેન મિલ્ક એનાલાઈઝર રજૂ કર્યું હતું. એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ પ્રાઈવેટ લિમિટેડ એ ભારતની ડેરી ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઈડર અગ્રણી કંપની છે. વર્ષ 1999માં સ્થપાયેલી આ કંપની આધુનિક ડિજીટલ સોલ્યુશન્સ અને ડિવાઈસીસ પૂરી પાડે છે, જે  દૂધના એકત્રીકરણથી માંડીને ડેરી પ્લાન્ટસમાં ડેટા કન્ટ્રોલ સુધીની જટિલ પ્રક્રિયા સહિતની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે.