મુંબઇ, 20 માર્ચ:  એક્સિસ બેન્ક અને ગુડગાંવ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઓટોટ્રેક ફાઇનાન્સ લિમિટિડ (AFL) એ યુબી કો.લેન્ડ પ્લેટફોર્મ દ્વારા સહધિરાણ મોડલ અંતર્ગત વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી દ્વારા બંને ધિરાણકર્તા દેશમાં ગ્રામીણ ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે કૃષિ અને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ન્યૂ ટ્રેક્ટર લોન પૂરી પાડશે. એએફએલને 18 રાજ્યોમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો (RUSU)માં મજબૂત ગ્રાહક પાયો અને ડિલરનાં મજબૂત અને તૈયાર નેટવર્કનો લાભ છે.

યુબીના સ્થાપક અને સીઇઓ ગૌરવ કુમારે જણાવ્યું હતું કે, ભારતમાં નાણાકીય સર્વસમાવેશિતા જટિલ મુદ્દો છે. વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક વિસ્તારોમાં સેવા નહીં ધરાવતા બજારે ઇકોસિસ્ટમને સાથે આવવા અને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો સુધી પહોંચવાનાં કાર્યક્ષમ ઉપાયો શોધવાની ફરજ પાડી છે. ગ્રાહકોનો બેઝ વધારવા અને દેશમાં નાણાકીય સેવાઓની પહોંચ વધારવા તથા વધુને વધુ લોકોને ઔપચારિક નાણાકીય સમાવેશિતામાં લાવવા સહ-ધિરાણ મોડલના લાભ લેવા તથા ટ્રેક્ટર લોન અસરકારક ઉપાયો છે.