GIFT NIFTY નું સપ્ટેમ્બર 2024માં 100.7 અબજ ડૉલરનું વિક્રમ માસિક ટર્નઓવર
અમદાવાદ, 2 ઓક્ટોબર: ગિફ્ટ નિફ્ટીમાં ભારતની વૃદ્ધિગાથાના નવા માપદંડ તરીકે, વિશ્વનો વધતો રસ અને વિશ્વાસ દર્શાવે છે. ગિફ્ટ નિફ્ટીની સફળતાના સાક્ષી બનતા અમને ખૂબ હર્ષ થાય છે. તમામ ભાગીદારોને તેમના જબરદસ્ત ટેકા અને ગિફ્ટ નિફ્ટીને એક સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ અમે ભાવપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
ભારતીય શેરબજારની વૃદ્ધિગાથાનું નવું માપદંડ બનેલા GIFT નિફ્ટીએ 30 સપ્ટેમ્બર 2024ના રોજ 100.7 અબજ ડૉલરના ટર્નઓવરનું નવું સીમાચિહ્ન હાંસલ કરીને અત્યાર સુધીના સર્વોચ્ચ માસિક ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાવીને પોતાના મૂકુટમાં નવું પીછું ઉમેર્યું છે. આ અગાઉ 30 ઑગસ્ટ 2024ના રોજ નોંધાવેલો 100.13 ડૉલરનો માસિક વિક્રમ તેણે વટાવ્યો છે.
ગિફ્ટ નિફ્ટી પર 3 જુલાઈ 2023ના રોજ NSE IX પર ટ્રેડિંગ શરૂં થયું ત્યારથી તેનું ટર્નઓવર તીવ્ર ગતિએ વધી રહ્યું છે. પૂર્ણપણે કામગીરી શરૂ થઈ તેના પહેલા દિવસથી સપ્ટેમ્બર 2024 સુધીમાં ગિફ્ટ નિફ્ટીએ 1.18 ટ્રિલિયન ડૉલરના 27.11 મિલિયન સોદા પાર પાડ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)