નવી દિલ્હી: વર્તમાન વૈશ્વિક ફુગાવા છતાં ભારત ભર્તીમાં વધારાની યોજના સાથે અગ્રેસર છે. આશરે 77 ટકા રોજગારદાતાઓ (Q3માં 73 ટકાની સરખામણીમાં) સર્વિસિસ સેક્ટરમાં પોતાનાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા આતુર છે. જો કે, Q4 2021ની સરખામણીમાં ભરતીના ઇરાદામાં 27 ટકા વધારો થયો છે. એકંદરે, સર્વિસિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં સરેરાશ 68 ટકા (Q3માં 65 ટકા) રોજગારદાતાઓ એ ભર્તીનું મજબૂત વલણ દર્શાવ્યું છે. રોજગાર, રોજગારદાતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ક્રાંતિ લાવનાર ભારતની ટોચની સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસિસે સર્વિસિસ સેક્ટરમાં ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરીથી માર્ચ, 2023) માટે એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો છે.

ઇ-કોમર્સ, ટેલિકોમ, એજ્યુકેશનલ સર્વિસિસ, ફાઇનાન્સ અને રિટેલ લોજિસ્ટિકમાં મોટાપાયે ભરતીની શક્યતા

અહેવાલના તારણો પ્રમાણે ચોથો ત્રિમાસિક ગાળો મજબૂત આઉટલુક ધરાવે છે, ખાસ કરીને નવા સ્નાતકો અને એન્ટ્રી-લેવલના કર્મચારીઓ માટે 79 ટકા રોજગારદાતાઓ (Q3માં 74 ટકા) આ જૂથમાંથી ભર્તી કરવા માંગે છે. મિડ-લેવલ (50%) અને સિનિયર લેવલ (32%) માટેની તકો પણ સંતુલિત છે. બિઝનેસ સાઇઝનાં સંદર્ભમાં જોઇએ તો મોટા ઉદ્યોગો (82%),  નાના ઉદ્યોગો (61%)  અને મધ્યમ ઉદ્યોગો (50%)  મજબૂત રોજગારનો સંકેત આપે છે. સર્વિસિસ સેગમેન્ટમાં રોજગારની તકો મેળવવા માંગતા ઉમેદવારો માટે મોટા પાયે ભર્તી કરનારાં સેક્ટર્સમાં ઇ-કોમર્સ (98%), ટેલિકમ્યુનિકેશન્સ (94%), એજ્યુકેશનલ સર્વિસિસ (93%), ફાઇનાન્સિયલ સર્વિસિસ (88%), રિટેલ અને લોજિસ્ટિક્સ (81%).નો સમાવેશ થાય છે.  ટીમલીઝ સર્વિસિસના ચીફ બિઝનેસ ઓફિસર મયુર તાડયે જણાવ્યું કે, સામૂહિક છટણી, ભરતી પર રોક, અને તોળાઈ રહેલી મંદીની વર્તમાન વૈશ્વિક સ્થિતિએ સર્વિસિસ સેક્ટર, ખાસ કરીને આઇટી ઉદ્યોગ પર મોટી અસર કરી છે. જો કે, ભારતમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. જ્યાં 77 ટકા રોજગારદાતાઓએ મોટા પાયે ભરતી કરવાનો સંકેત આપ્યો છે. મેટ્રો અને ટિયર-વન શહેરોમાં સર્વિસિસ સેક્ટરમાં ભર્તીની યોજના અસાધારણ ઊંચા સ્તરે (99%) છે. બેંગલોર(97%), ચેન્નાઇ (94%),  દિલ્હી(90%), હૈદરાબાદ (86%) અને મુંબઇ (85%) જેવા ટિયર-વન શહેરોમાં મુખ્યત્વે ટેલિકોમ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ઉદ્યોગ ધબકી રહ્યા છે. આ શહેરો સ્ટાર્ટ-અપ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલિકમ્યુનિકેશન્સ ઉદ્યોગોમાં રોજગાર વૃધ્ધિ અને કૌશલ્ય જરૂરિયાતને પગલે રોજગાર સર્જનનાં મામલામાં ટિયર ટુ અને ટિયર થ્રી શહેરોની સરખામણીમાં આગળ રહેવાની ધારણા છે. ટિયર-થ્રી શહેરોમાં  રોજગાર 47 ટકાથી બે ટકા વધીને 49 ટકા થયો હતો. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં 1થી 25 ટકાનો ઘટાડો થયો હતો.

સર્વિસ સેક્ટરમાં ટેલેન્ટ રિટેન્શન રેશિયો નોંધપાત્ર નીચો

એટ્રીશન ટ્રેન્ડને જોતાં સર્વિસ સેક્ટરમાં ટેલેન્ટ રિટેન્શન રેટ નોંધપાત્ર નીચો છે, જ્યારે આઇટી 27.19%),  એજ્યુકેશનલ સર્વિસિસ (18.02%), ઇ-કોમર્સ અને એલાઇડ સ્ટાર્ટ-અપ્સ (15.13%), નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ (13.79%) અને ટેલિકોમ્યુનિકેશન્સ (12.05%)માં વધારો થયો છે. ટીમલીઝ સર્વિસિસના વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ (રિટેલ, ઇ-કોમર્સ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન) અજોય થોમસે જણાવ્યું કે, 5G લોંચ થઈ ગયું હોવાથી રોજગારદાતાઓ આગામી 5G સેવાઓ માટે તેમનાં વર્તમાન કર્મચારીઓનાં કૌશલ્યામાં વધારો કરી રહ્યા છે.