Lanka Premier Leagueનાં પ્રમોટર્સ IPG ગ્રૂપે નાસ્ડેક-લિસ્ટેડ પાર્ટનર પાસેથી વ્યૂહાત્મક ફંડિંગની જાહેરાત કરી

અમદાવાદ, 15 જૂનઃ લીગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ, શ્રેષ્ઠ મોનોટાઇઝેશન અને ડિજિટલ ઇનોવેશનને આગળ વધારવા ફંડિંગ મેળવ્યું અને જોડાણ કર્યું. પ્રીમિયર લીગ (LPL) ની છઠ્ઠી સીઝન 10 જુલાઈથી શરૂ થશે અને એની બરોબર અગાઉ લીગને મોટું નાણાકીય પ્રોત્સાહન મળ્યું છે.

LPLનાં પ્રમોટર ઇનોવેટિવ પ્રોડક્શન ગ્રૂપ FZ, LLC (“IPG”)ને અમેરિકાની એક લિસ્ટેડ કંપની પાસેથી અનેક મિલિયન ડૉલરનું ફંડ મળ્યું છે.

IPGએ ફ્લેશ સ્પોર્ટ્સ એન્ડ મીડિયા, ઇન્ક (“ફ્લેશ”)ની સાથે પોતાનું વ્યૂહાત્મક ઑલ-સ્ટોક મર્જર પૂર્ણ કર્યું છે, જેથી LPL સહિત T20 લીગના વાણિજ્યિક અધિકારોનો તેનો પોર્ટફોલિયો નાસ્ડેક-લિસ્ટેડ પ્લેટફોર્મ UGRO (NASDAQ: UGRO)ને મળી ગયો છે.

IPG અને તેનું મેનેજમેન્ટ કરતી લીગ માટે એક મહત્વૂપર્ણ વળાંક સમાન છે, જે તેને મોટા પાયે કામ કરવા બનેલા એક સરકારી વહીવટી માળખામાં લઈ આવે છે. આ નવા સંસ્થાગત માળખાના ટેકા સાથે IPG આગામી બે વર્ષમાં LPLનું મોટું અને શ્રેષ્ઠ વર્ઝન બનાવવા 20 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરશે. એનો ઉદ્દેશ અલગ-અલગ ટૂર્નામેન્ટને એક સંકલિત, મલ્ટિ-માર્કેટ ક્રિકેટ ઉદ્યોગસાહસમાં બદલવાનો છે, જે દક્ષિણ એશિયા અને અન્ય વિકસતાં વિસ્તારોમાં ફેલાયેલું છે.

તેનો ઉદ્દેશ વાણિજ્યિક મુદ્રીકરણ માટે એક સહિયારું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે. IPGએ જાહેરાત કરી છે કે, તેનું ધ્યાન લાંબા સમયમાં એસેટનું મૂલ્ય વધારવાનું, તમામ લીગ પાસેથી પ્રાપ્ત સ્પૉન્સરશિપ આવકને એક જગ્યાએ લાવવાનું, બ્રૉડકાસ્ટ પ્રોડક્શનને 4K ધારાધોરણો સુધી અપગ્રેડ કરવાનું અને સતત કમાણીને વિશ્વસનિય માધ્યમ બનાવવા પર હશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી