LIC હાઉસિંગે હોમ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો
નવી દિલ્હી: LIC હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોન પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત, CIBIL સ્કોર પર કેટલી લોન અને કેટલી મુદત મળશે તે સહિત અન્ય ઘણા મુદ્દાઓ પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. બદલાયેલ વ્યાજ દરો 20 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની વેબસાઇટ અનુસાર, કંપનીએ બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ ઘટાડીને 15.95 ટકા કર્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ દરો, CIBIL સ્કોર અને મુદ્દત તેમજ મંજૂર કરવાની રકમમાં ફેરફાર થયો છે. LIC હાઉસિંગ ફાઇનાન્સની વેબસાઇટ અનુસાર, પગારદાર અને વ્યાવસાયિકો માટે, Cbil સ્કોર 800 પર 15 કરોડ રૂપિયા સુધીની હોમ લોન 8%ના વ્યાજદરે મેળવી શકાશે.
જોઈન્ટ એપ્લિકેશન પર CIBIL સ્કોર વધુ હોવો જરૂરીઃ જો બે વ્યક્તિ જોઇન્ટમાં લોન માટે અરજી કરે તો કંપની ઉચ્ચ CIBIL સ્કોર પર વિચાર કરશે. એડવાન્ટેજ પ્લસ યોજના હેઠળ આવા કિસ્સાઓમાં કુલ લોન 10 કરોડથી વધુ ન હોવી જોઈએ.
હોમ લોન માટે જરૂરી દસ્તાવેજોઃ પાન કાર્ડ, આધાર કાર્ડ, NRI માટે પાસપોર્ટ જરૂરી, રહેઠાણનો પુરાવો, સેલેરી સ્લિપ, ફોર્મ-16, 6 થી 12 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, 3 વર્ષની ITR વિગતો, મિલકતની માલિકીનો પુરાવો, ફ્લેટ કેસ બિલ્ડર અથવા સોસાયટી તરફથી એલોટમેન્ટ લેટર, ટેક્સ પેમેન્ટ સ્ટેટમેન્ટ.
LICના નવા હોમ લોન રેટ
CIBIL સ્કોર | લોનની રકમ રુપિયા | વ્યાજદર |
750-799 | 5 કરોડથી 15 કરોડ | 8.05 ટકા |
700-749 | 50 લાખ | 8.20 ટકા |
700-749 | 50 લાખથી વધુ | 8.40 ટકા |
700-749 | 2 કરોડથી 15 કરોડ | 8.55 ટકા |