3146802 શેર્સના ઇશ્યૂ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદઃ દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિ.એ રૂ200 કરોડના સૂચિત IPO માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. જે અનુસાર કંપની 3146802 શેર્સ ઓફર કરશે. કંપની રૂ. 2,00 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકોની વેચાણ માટેની ઓફ દ્વારા 31,46,802 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર સામેલ છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 5 રહેશે.

ઇશ્યૂ માટેનો હેતુ

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ભંડોળનો ઉપયોગ એની ઉત્પાદન સુવિધાઓમાં રૂ. 1,533.38 મિલિયનના ઉપકરણો/મશીનરીની ખરીદી માટે તથા સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે મૂડીગત ખર્ચની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેની યોજના ધરાવે છે.

કંપનીની કામગીરી વિશે

–       દિવગી સિસ્ટમ લેવલ ટ્રાન્સફર કેસ, ટોર્ક કપ્લર અને ડ્યુઅલ ક્લચ ઓટોમોટિક ટ્રાન્સમિશન્સ (ડીસીટી”) સોલ્યુશન્સ વિકસાવવાની અને પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

–       ક્રિસિલના રિપોર્ટ મુજબ, કંપની ભારતમાંથી ગ્લોબલ OEMsને ટ્રાન્સફર કેસીસનું ઉત્પાદન અને નિકાસ કરતી એકમાત્ર કંપની છે

–       ભારતમાં ટોર્ક કપ્લર્સની એકમાત્ર ઉત્પાદક છે. કંપની ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (ઇવી”) માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સ વિકસાવવાની અને પ્રદાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

–       ક્રિસિલના રિપોર્ટ મુજબ, કંપની ભારતમાં ઓટોમોટિવ OEMsને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સ પૂરી પાડતી અગ્રણી કંપનીઓ પૈકીની એક છે

–       ભારતમાં પેસેન્જર વ્હિકલ ઉત્પાદકોને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સ પૂરી પાડતી સૌથી મોટી સપ્લાયર છે.

બુક રનિંગ લીડ મેનેજર્સઇંગા વેન્ચર્સ અને ઇક્વિરસ કેપિટલ
શેરનું લિસ્ટિંગBSE અને NSE
ઇશ્યૂ સાઇઝરૂ. 200 કરોડ
શેરદીઠ મૂળ કિંમતરૂ.5
કુલ ઓફર શેર્સ31,46,802