મંગલમ ઇન્ફ્રાએ રૂ. 4.43 કરોડના પ્રોજેક્ટ્સ મેળવ્યા
અમદાવાદ, 9 સપ્ટેમ્બર 9: મંગલમ ઇન્ફ્રા એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડે (NSE – MIEL) ઓગસ્ટ 2024માં રૂ. 4.43 કરોડના કુલ સંચિત મૂલ્ય સાથે પાંચ પ્રોજેક્ટ્સ મેળવ્યા છે. એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ફર્મ આ પ્રોજેક્ટ્સને પાંચ અલગ-અલગ રાજ્યોમાં એક્ઝિક્યુટ કરશે. કંપનીએ ઓગસ્ટ 2024માં રૂ. 4.43 કરોડના ઓર્ડર મેળવ્યા છે. કંપનીએ કન્યા શિક્ષા પરિસર જૈથરી અને સીએમ રાઇઝ સ્કૂલ પ્રોજેક્ટ માટે દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણ કન્સલ્ટન્સી સેવાઓ આપવા માટે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં રૂ. 69 લાખનો ઓર્ડર મેળવ્યો છે. વધુમાં, કંપની ઉત્તરાખંડમાં 16 કિમી ચાર-માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે વિગતવાર પ્રોગ્રેસ રિપોર્ટ (DPR) તૈયાર કરશે, જેનું મૂલ્ય રૂ. 27 લાખ છે. તેવી જ રીતે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં અનુક્રમે રૂ. 1.9 કરોડ અને રૂ. 18 લાખની કિંમતના પ્રોજેક્ટ્સ માટે DPR અને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે. રૂ. 1.29 કરોડની કિંમતના પાંચમા પ્રોજેક્ટમાં પશ્ચિમ બંગાળમાં ફાઇનલ લોકેશન સર્વેક્ષણનો સમાવેશ થાય છે.
વધુમાં, કંપની સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, NH સર્કલ, PWD, ગોરખપુરમાંથી રૂ. 68.42 લાખની સૌથી નીચી બિડર તરીકે પણ ઉભરી આવી છે. આ પ્રોજેક્ટમાં યુપી રાજ્યમાં EPC મોડ હેઠળ શોહરતગઢ બાયપાસના (NH-730 પર પેવ્ડ શોલ્ડર ch 413.700 નજીક શરૂ થઈ ch 419.000 નજીક પૂરા થતાં ડિઝાઇન લંબાઈ 6.273 કિમીથી 2 લેન સુધી) બાંધકામની દેખરેખ માટે (AE) માટે કન્સલ્ટન્સી સેવાઓનો સમાવેશ થાય છે. કંપની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ખરીદી, બાંધકામ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ વગેરે જેવી સેવાઓ આપે છે. તેણે મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં સેવાઓ પ્રદાન કરી છે. કંપનીએ 116 સ્વતંત્ર રીતે અમલી અને 11 સયુક્ત તેમજ સરકારી ભાગીદારીના મળીને કૂલ 127 પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)