હાઇ બેટા સેક્ટર્સ અને સ્ટોક્સમાં પ્રોફીટ બુકિંગનો બીજો દોર શરૂ થવાની સંભાવના

અમદાવાદ, 18 ઓગસ્ટઃ નિફ્ટીએ 50 દિવસીય એવરેજથી નીચે એટલેકે 19290 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે હાઇ બેટા સેક્ટર્સ અને સ્ટોક્સમાં પ્રોફીટ બુકિંગનો બીજો દોર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ અને મત અનુસાર ઉપરમાં હવે નજીકની રેઝિસ્ટન્સ સપાટી 19505 પોઇન્ટ અને ત્યારબાદ 19600 પોઇન્ટ જણાય છે. તે ક્રોસ થયા બાદ જ પોઝિટિવ ટ્રેન્ડની શરૂઆત થવાની આશા રાખી શકાય.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43734- 43576, રેઝિસ્ટન્સ 44060- 44230

બેન્ક નિફ્ટી દોજી કેન્ડલમાં બંધ રહેવા સાથે સમગ્ર માર્કેટની સરખામણીમાં થોડું આઉટપર્ફોર્મ કરી રહ્યો છે. નીચામાં 100 દિવસીય એવરેજ એટલેકે 43657 પોઇન્ટની સપાટી મજબૂત સપોર્ટ તરીકે વર્તે તેવી સંભાવના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)