માર્કેટ લેન્સઃ nifty support 19344- 19274, resistance 19525- 19637, ખરીદો HUL
અમદાવાદ, 14 જુલાઇઃ સેન્સેક્સે અતિ મહત્વની 66000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી લીધી છે. નિફ્ટી-50 એ પણ 19500 પોઇન્ટની ટેકનિકલી અતિ મહત્વની સપાટી એક વાર ટચ કરીને માર્કેટને તેજીનો જાદૂઇ ટચ આપ્યો છે. ગુરુવારે નિફ્ટીએ 19567 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી હતી. ટેકનિકલી 19500- 19560ની ચાલ દરમિયાન નિફ્ટી મલ્ટીપલ ટોપ્સ રચી ચૂક્યો છે. આરએસઆઇ પણ હાયર લેવલ્સથી રિવર્સ થઇ રહ્યો છે. પરંતુ જે રીતે માર્કેટ સેન્ટિમેન્ટમાં જમાવટ થઇ રહી છે. અને વિદેશી નાણાકીય સંસ્થાઓની લેવાલી આક્રમક બની રહી છે. તે જોતાં નિફ્ટી માટે આગામી અપર લેવલ્સ 19525- 19637 ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની તેમજ સ્ટોપલોસ હાથવગો રાખવાની સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે પિક્સઃ હિન્દુસ્તાન યુનિલિવર ખરીદો, ઇન્ડિગો અને લાર્સનમાં નેગેટિવ ટ્રેન્ડની શક્યતા
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)