MARKET LENS: NIFTY SUPPORT 19352- 19305, RESISTANCE 19434- 19469
અમદાવાદ, 6 જુલાઇઃ ગુરુવારે પ્રિઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 54 પોઇન્ટ ઘટી 65319 પોઇન્ટ જ્યારે નિફ્ટી 13 પોઇન્ટ ઘટી 19385 પોઇન્ટની સપાટીએ રહ્યા છે. જે દર્શાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ થોડો નરમાઇનો સંકેત આપી રહ્યો છે. તેજીવાળાઓએ સળંગ સાતમાં દિવસે પક્કડ જમાવવા સાથે નિફ્ટીએ 19400 તરફની આગેકૂચ જાળવી રાખી છે. પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ્સ એવું સૂચવે છે કે, માર્કેટમાં ઓવરબોટ કન્ડિશનના કારણે એકાદ કરેક્શન શક્ય છે. તેને ધ્યાનમાં રાખી રોકાણકારોએ સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. નિફ્ટી માટે SUPPORT 19352- 19305, RESISTANCE 19434- 19469 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની પણ સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે બાય/ સેલઃ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સીયુબી અને સિપ્લા ખરીદવા માટેની ભલામણ થઇ રહી છે. જ્યારે અલ્ટ્રાટેક વેચવાની ભલામણ કરી છે.
(Market lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)