અમદાવાદ, 20 જાન્યુઆરીઃ નિફ્ટી-50 એ સાંકડી વધઘટ સાથે હાયર બોટમ્સ બનાવવા સાથે ટ્રેડ કરીને આગલાં દિવસના લોસને રિકવર કરવાની કોશિશ કરી છે. સાથે સાથે 20 દિવસીય એવરેજની નજીક પણ પહોંચ્યો છે. ટેકનિકલી 21800નું ક્રોસઓવર બતાવે તો માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ રહેશે અને નીચામાં 21300ની સપાટી જાળવી રાખે તે પણ એટલું જ જરૂરી રહેશે. આરએસઆઇ લોઅર રેન્જથી સુધરી રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ મોમેન્ટમમાં રહેલા છે. રિલાયન્સ સિક્યુરીટિઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સપોર્ટ 21575- 21527 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21670- 21718 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ પોષ્ટ રિઝલ્ટ રિલાયન્સ ઝળકી શકે, ઇરેડામાં રિઝલ્ટ પૂર્વે સાવચેતી સાથે સુધરી શકે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જૂથ કંપનીઓના પ્રોત્સાહક પરીણામોના પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જૂથના શેર્સમાં સુધારાની આગેકૂચ જોવા મળે તેવી શક્યતા જણાય છે. તે ઉપરાંત ઇરેડા સહિત મહત્વની ફાઇનાન્સ અને બેન્કિંગ કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યા છે. તે ઉપરાંત ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવાં શેર્સમાં હિન્દાલકો, મારૂતિ અને એસબીઆઇ જણાય છે.

બેન્ક નિફ્ટીઃ બેન્ક નિફ્ટી શેર્સમાં સેલિંગ પ્રેશર રહેવા સાથે 46200 પોઇન્ટની સપાટી ઉપર જવામાં નિષ્ફળ રહ્યો છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 45423- 45145 પોઇન્ટની સપાટીને સપોર્ટ તરીકે અને 46115- 46528 પોઇન્ટની સપાટીઓ રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતાઃ અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)