અમદાવાદ, 16 જાન્યુઆરીઃ નિફ્ટી-50 સતત પોઝિટિવ મોમેન્ટમ જાળવી રાખવા સાથે નવી ઓલટાઇમ હાઇ સપાટી 22115 પોઇન્ટે પહોંચ્યો છે. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, સપોર્ટ 21860નો મજબૂત જણાય છે. ઉપરમાં હવે નિફ્ટી માટેનો ટાર્ગેટ 22300 પોઇન્ટ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટી આરએસઆઇ પણ એવરેજ લાઇનને ક્રોસ કરી ચૂક્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા બન્ને નવા ટોપ માટે સજ્જ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સોમવારે 1.71 ટકાના સુધારા સાથે 2788.25ની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ઉપરમાં 2792 સુધી સુધર્યો હતો. શરૂઆતી નેટેટિવ ટ્રેન્ડમાં 2732 થયા બાદ સતત સુધારાની ચાલ દર્શાવી છે. તે જોતાં એવું કહી શકાય કે. રિલાયન્સનો આગામી ટાર્ગેટ 2830 સુધી રહી શકે. જે તેની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જણાય છે. ઇરેડારૂ. 111.60ની સપાટીએ ખુલી એજ સપાટીને લોઅર બોટમ બનાવી ઉપરમાં 121.80ની તેજીની સર્કીટ સાથે બંધ રહ્યો હતો. 52 વીકનું હાઇ 123.20 છે. તે મહત્વની રેઝિસ્ટન્સ સપાટી આજના દિવસમાં ક્રોસ થવાની પૂરી શક્યતા હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ પેટીએમ, ભારતી એરટેલ, ઇન્ડસ ટાવર, વોડાફોન આઇડિયા, આયશર મોટર્સ

બેન્ક નિફ્ટીઃ તેની રેઝિસ્ટન્સ સપાટીની હાયર સાઇડ બ્રેક કરવા સાથે 48000 પોઇન્ટની મહત્વની સપાટી પણ ક્રોસ કરી લીધઈ છે. ખાસ કરીને પ્રાઇવેટ બેન્ક્સમાં સંકેત પોઝિટિવ જણાય છે. ઉપરમાં 48600- 49200 સુધી સુધરવાના ચાન્સિસ નીચામાં 47600 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ બની રહે તેવી શક્યતા ટેકનિકલ નિષાણાતો જણાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)