મુંબઇ, ૫ મે: હાજર બજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે અમુક ચોક્કસ  કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૯૨ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૭૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, ગુવાર ગમ,ગુવાર સીડ સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ઇસબગુલ, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૦૭૬ રૂ. ખુલી ૬૦૨૪  રૂ., દિવેલનાં ભાવ ૧૨૩૭ રૂ. ખુલી ૧૨૩૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૮૬ રૂ. ખુલી ૨૮૨૬ રૂ., ધાણા ૬૬૭૦ રૂ. ખુલી ૬૭૧૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૧૬ રૂ. ખુલી ૫૬૯૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૬૦૦  રૂ. ખુલી ૧૧૪૪૫ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૧૦૦ રૂ. ખુલી ૨૪૧૦૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૫૩૫૦ રૂ. ખુલી ૪૬૫૬૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૨૧.૦૦ રૂ. ખુલી ૧૬૨૮. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૫૩૦૦ ખુલી ૪૪૪૮૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૪૯૮  રૂ. ખુલી ૭૪૩૦ રૂ. બંધ રહ્યા હતા.