નવી દિલ્હી, 25 ઓગસ્ટ: ભારતમાં નેચરલ સ્ટોન્સની અગ્રણી પ્રોસેસર અને ટ્રેડર ઓરિએન્ટલ ટ્રાઇમેક્સ લિમિટેડ બજાર હાજરી વિસ્તારનારા અને તેની નાણાંકીય સ્થિતિને મજબૂત કરનારા શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પગલાંની જાહેરાત કરીછે. કંપની ચીનની ચાંગશા બીટો ન્યૂ મટિરિયલ ટેક્નોલોજી પાસેથી મેળવાયેલી ટેક્નોલોજી  આધારીત પ્લાન્ટ ચેન્નાઈ નજીક ગુમ્મીડીપૂંડીમાં સ્થાપશે. કંપની ગ્રેટર નોઇડામાં સાઇટ-4 ખાતે બિલ્ડિંગ મટિરિયલ્સ માર્કેટમાં શોરૂમ લોન્ચ કરી રહી છે. આ ઉપરાંત કંપની દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં પ્રોસેસર્સ પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રેનાઇટ્સ પણ મેળવશે જે ફ્લોરિંગ સોલ્યુશન્સનો વ્યાપક પોર્ટફોલિયો સુનિશ્ચિત કરશે. કંપનીએ ઓરિસ્સાના મલકાનગિરી જિલ્લાના પોટેરુ ગામ ખાતે 12.260 એકર (4.961 હેક્ટર)માં ફેલાયેલી જેટ બ્લેક ગ્રેનાઈટ ક્વોરી માટે 30 વર્ષના લીઝ મેળવી છે. તે ઉપરાંત કંપનીએ સંબંધિત પ્રોડક્ટ લાઇન્સમાં ઝંપલાવીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન કરવાની યોજનાની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરી, 2024ના રોજ થયેલા વન-ટાઇમ સેટલમેન્ટ (“OTS”) કરારના ભાગરૂપે કંપનીએ એડલવાઇસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (“એડલવાઇસ એઆરસી”)ને રૂ. 38.25 કરોડની ચૂકવણી કરી દીધી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)