બિડ/ઓફર ખુલશે31 ઓક્ટોબર, 2022
બિડ/ઓફર બંધ થશે2 નવેમ્બર, 2022
શેરદીઠ ફેસ વેલ્યૂરૂ. 2
પ્રાઇસબેન્ડરૂ. 197-207
કુલ ઇશ્યૂ સાઇઝરૂ. 500 કરોડ
ન્યૂનતમ બિડ72 અને તેના ગુણાંકમાં શેર્સ
લિસ્ટિંગએનએસઈ અને બીએસઇ
બીઆરએલએમએડલવાઇસ ફાઇ., એક્સિસ કેપિ., સેફ્રોન કેપિ.

મુંબઈ: ઇલેક્ટ્રોનિક્સ સબ- સિસ્ટમ્સ અને કેબલ હાર્નેસિસ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી કંપની DCX સિસ્ટમ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 197- 207ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં રૂ. 500 કરોડના આઇપીઓ સાથે તા. 31 ઓક્ટોબરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો આઇપીઓ તા. 2જી નવેમ્બરે બંધ થશે. જેમાં રૂ. 400 કરોડના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ’) તથા એનસીબીજી હોલ્ડિંગ્સ ઇન્ક. દ્વારા રૂ. 50 કરોડ સુધીની તથા વીએનજી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 50 કરોડ સુધીના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. બિડ્સ લઘુતમ 72 ઇક્વિટી શેર અને પછી 72 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાશે. બીઆરએલએમ તરીકે એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ.

કંપનીની કામગીરી વિશે

ઇલેક્ટ્રોનિક્સ સબ- સિસ્ટમ્સ અને કેબલ હાર્નેસિસ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી કંપની ઇઝરાયેલ, યુએસ, કોરિયા તેમજ ભારતમાં કુલ 26થી વધુ કસ્ટમર્સ ધરાવે છે.

ઇશ્યૂ મારફત ફંડનો ક્યાં થશે ઉપયોગ

– રૂ. 110 કરોડનો ઉપયોગ કંપનીના ચોક્કસ ઋણની સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા

– રૂ. 160 કરોડનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા, રૂ. 44.88 કરોડનો ઉપયોગ એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનીયલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરીને એના મૂડીગત ખર્ચને પૂર્ણ કરવા અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે.

DCX સિસ્ટમ્સ નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

પિરિયડTotal AssetsRevenuePAT
31-Mar-20698.85465.239.74
31-Mar-21793.18683.2429.56
30-Jun-21763.41128.693.34

(આંકડા રૂ. કરોડમાં)